રાજકોટ
ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના (ઁિર્ંીજં) મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે, ૧૪થી ૧૬ ઓગસ્ટ સુધી ડાયાલિસિસ નેફ્રોલોજીસ્ટ નહીં કરે. ત્યારે રાજકોટમાં સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટરો (દ્ગીॅર્રિર્ઙ્મખ્તઅ ર્ડ્ઢષ્ર્ઠંજિ) વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. ત્યારે ડૉક્ટર અને સરકાર વચ્ચેની લડાઇમાં દર્દીઓ પિસાઇ રહ્યા છે. ડાયાલિસિસના દર્દીઓને સારવાર વિના પરત ફરવાનો વારો આવ્યો છે. ડાયાલિસિસના દર્દીઓને સારવાર ન મળતા ભારે હાલાકી થઇ રહી છે. સિવિલમાં નેફ્રોલોજી ડૉકટરો ડાયાલિસિસ ન કરતા હોવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે રાજ્યના ૧૦૨ જેટલા તબીબો સરકાર સામેના વિરોધમાં જાેડાયા છે. વિરોધ એ વાતનો છે કે, ઁસ્ત્નછરૂ યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે. ડાયાલિસિસના રૂપિયા ૨૩૦૦થી ઘટાડીને ૧૯૫૦ કરતાં વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધી છે. જેથી રાજ્યભરના નેફ્રોલોજીસ્ટમાં ભારે નારાજગી છે.


