ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે વન –પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજય મંત્રી મુકેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવશે. આજે જિલ્લા કલેકટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું.
આ રિહર્સલ દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનાર પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રજૂ થનાર યોગાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા, સુશોભન તેમજ પ્રાથમિક સુવિધાઓ જેવી તમામ બાબતો પર સ્થળ પર વિસ્તૃત ચર્ચા જિલ્લા કલેકટરએ કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટર ભરત જાેષી, પ્રાંત અધિકારી શ્વેતા પંડયા, નાયબ કલેકટર અર્જુનસિંહ વણઝારા, ગાંધીનગર મામલતદાર હરેશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
