Gujarat

અનારા ગામનું ગૌરવ.

મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત શિક્ષણની ગુણવત્તા સુધારવા સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવે છે. જેમાં અનારા ગામના વતની અને મહુધા તાલુકાના ભુમસ ની મુવાડી પ્રા.શાળા ખાતે ફરજ બજાવતા આ.શિ રુબિના પઠાણ (રુબિના તસવુર મલેક) ને ક્લસ્ટર કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવેલ હતી. ૧૫ ઓગસ્ટ ના રોજ તેઓને આચાર્ય તથા વરિષ્ઠ નાગરિક દ્વારા તેઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યો. આ તબક્કે તેઓની પસંદગી બદલ તેમણે ડાયેટ કઠલાલ ના અધિકારીશ્રીઓ, બી.આર.સી સાહેબ મહુધા, સી.આર.સી ક્લસ્ટર તેમજ શાળાના આચાર્ય તથા સ્ટાફ નો આભાર માન્યો હતો. આમ તેઓએ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.

IMG-20230815-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *