આજ રોજ બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે ફરતા દવાખાના માટે નવી એમ્બ્યુલન્સ નો પ્રારંભ ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી અને છોટાઉદેપુર ના ધારા સભ્ય રાજેન્દ્ર ભાઈ દ્વારા કરવા માં આવ્યો.
બોડેલી તાલુકાના ચાચક સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના ધારાસભ્ય અને સંખેડાના ધારાસભ્ય દ્વારા નવી એમ્બ્યુલન્સ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
રાજયનાં 12.72 લાખ લોકોએ વર્ષ – 2022 દરમ્યાન એમ્બ્યુલન્સ સેવાનો નિઃશુલ્ક લાભ લેવામાં આવ્યો છે. જ્યારે 1.20 લાખ પીડિતાને સમયસર એમ્બ્યુલન્સ ની સેવા ઉપલબ્ધ થતાં તેઓને નવજીવન પણ મળ્યું છે. તેવી જ એક સેવા ફરતું દવાખાનું પણ છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં જ્યાં આરોગ્યની સુવિધાઓનો નથી ત્યાં પણ આ ફરતું દવાખાનું દ્વારા ગામની જનતાના ઘર ઘર આંગણે સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરી પાડશે મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ તથા સારવાર માટે ની સુલ્ક નિદાન સારવાર આ ફરતા દવાખાના થકી કરવામાં આવશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


