Delhi

ટીમમાં રોહિત શર્માના આવતા જ આ ખેલાડી ટીમમાંથી ગાયબ થઇ ગયો!..

નવીદિલ્હી
એશિયા કપ ૨૦૨૩ની શરૂઆત ૩૦ ઓગસ્ટથી થવા થઇ રહી છે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભાગ લેશે. ગત વખતે હિટમેનની કેપ્ટન્સીમાં પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે રોહિત શર્મા એન્ડ કંપની પોતાની પાછલી ભૂલથી શીખ લઇ આગળ વધવા ઇચ્છશે. પરંતુ આ વખતે એશિયા કપ ૨૦૨૩માં મેચ વિનર ખેલાડી નજર આવશે નહીં. જેણે ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને ઘણી મેચો જીતાવી છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ ખેલાડીને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આ ખેલાડી ગમે તે સમયે સંન્યાસ લઇ શકે છે. રોહિત શર્માના નેતૃત્વમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું કરિયર કંઇ ખાસ રહ્યું નથી. વિરાટ કોહલી દ્વારા કેપ્ટનશીપ છોડી દીધા બાદ ભુવનેશ્વરના પ્રદર્શનનો ગ્રાફ અચાનક નીચે આવવા લાગ્યો હતો. જ્યારે એક સમય એવો હતો કે ભુવનેશ્વર કુમાર પાવર પ્લે અને ડેથ ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો હતો. પરંતુ ૨૦૨૧થી આ ખેલાડીની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું. અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્ષ ૨૦૨૨માં માત્ર ૨ મેચ રમવાની તક મળી હતી. ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ ભુવનેશ્વર કુમાર ધોની અને વિરાટના કાર્યકાળ દરમિયાન મુખ્ય બોલર હતો. ભુવનેશ્વરને તેની ઘાતક બોલિંગ માટે સ્વિંગનો રાજા કહેવામાં આવતો હતો કારણ કે તે બોલને વિકેટની બંને બાજુએ સ્વિંગ કરતો હતો. સૌથી મોટા બેટ્‌સમેનને રન બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બોલરને ધોની અને વિરાટની કેપ્ટનશિપમાં ઘણી તકો મળી છે. પરંતુ રોહિત શર્માની કપ્તાનીમાં ભુવનેશ્વરે પુનરાગમન કરવા માટે તેને ખુબ જ મહેનત કરવી પડશે. જાેકે ભુવનેશ્વર કુમાર ગમે ત્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો બાયો બદલ્યો છે. જે બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે તે હવે ટીમ ઈન્ડિયા માટે રમવાનો નથી. ભુવનેશ્વર કુમાર ૫ વર્ષથી ટેસ્ટ ટીમનો ભાગ પણ નથી. ભુવનેશ્વર કુમારે છેલ્લે ૨૦૧૮માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમી હતી. ટેસ્ટ કરિયરની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે ૨૧ ટેસ્ટ મેચમાં ૬૩ વિકેટ ઝડપી છે. જ્યારે તેણે વન-ડેમાં ૫૩ અને ટી-૨૦માં ૧૬ વિકેટ ઝડપી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *