Gujarat

રાણપુર શહેરમાં માસ-મટન ની દુકાનો,હાઈવે ઉપરની નોનવેજની હોટલો બંધ રાખવા મામલે વિશ્વ હિંદુ પરિષદ સહીત ૬ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યુ..

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ અને જૈન સમાજના પર્યુષણ પર્વ દરમ્યાન
રાણપુર શહેરમાં માસ-મટન ની દુકાનો,હાઈને ઉપરની નોનવેજની હોટલો બંધ કરવાના મામલે  વિશ્વ હિંદુ પરિષદ,જૈન સમાજ,પાંજરાપોળ ટ્રસ્ટ,માંધાતા ગૃપ,ગૌનંદી સેવા ગૃપ,ગોવાળીયા ગૃપના આગેવાનોએ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યુ
હિંદુઓના પવિત્ર શ્રાવણ માસ અને જૈન સમાજના પર્યુષણ પર્વ દરમ્યાન ધાર્મિક લાગણી નો દુભાય તે માટે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન માસ-મટન ની દુકાનો બંધ રાખવા રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ.રાણપુર વિશ્વ હિંદુ પરિષદ તેમજ રાણપુર શહેર તાલુકાના વિવિધ હિંદુ સંગઠનો દ્વારા અગાઉના વર્ષે પણ અનેકવાર શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન માસ-મટનની દુકાનો બંધ રાખવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યા હતા પણ માસ-મટન ની દુકાનો બંધ રહી નોતી અનેક સંગઠનો દ્વારા રજૂઆતો તેમજ આવેદનપત્રો અપાયા હતા અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામા ન આવતા વિશ્વ હિંદુ પરિષદ તેમજ અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ મા રોષ ફેલાયો છે.ત્યારે હાલ ચાલુ શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન રાણપુર શહેરમાં માસ-મટનની દુકાનો ધમધમી રહી છે તે બંધ રાખવા રાણપુર વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકરો તેમજ રાણપુરના ગોવાળીયા ગૃપ, રાણપુર ગૌનંદી સેવા ગૃપ,રાણપુર માંધાતા ગૃપ,રાણપુર પાંજરાપોળ, રાણપુર જૈન સંધ સહિત વિવિધ સંગઠનો ના લેટર પેડ સાથે વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકરો દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપી શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન માસ-મટનની દુકાનો તેમજ હાઈવે ઉપર ની નોનવેજ હોટલો બંધ રાખવા રજૂઆત કરી હતી.તેમજ વિશ્વ હિંદુ પરીષદ અને જૈન સમાજ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા  મામલતદાર ને એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે રાણપુર શહેરની મેઈન બજાર માં દિવસ દરમ્યાન નિકળતી મરઘા ની ગાડીઓ બંધ કરાવવા રજુઆત કરી હતી.આવેદનપત્ર આપતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
________બોક્સ બનાવવુ👇👇👇________
શ્રાવમ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન માસ-મટનની દુકાનો અને હાઈવે ઉપરની નોનવેજ હોટલો તંત્ર બંધ કરાવે:રાજુભાઈ મકવાણા(પ્રમુખ વિશ્વ હિંદુ પરીષદ,રાણપુર)
રાણપુર વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ રાજુભાઈ મકવાણાએ આ બાબતે જણાવ્યુ હતુ રાણપુર શહેરમાં શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન ધાર્મિક લાગણી નો દુભાય તે માટે માસ-મટનની દુકાનો બંધ રાખવા મામલતદાર ને વિવિધ ૬ હિંન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યુ છે અગાઉના વર્ષે પણ આવેદનપત્ર આપ્યુ હતુ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહી કરતા શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન માસ-મટનની દુકાનો ચાલુ રહી હતી.આ વખતે આવુ નો બને અને તમામ માસ-મટનની દુકાનો,હાઈવે ઉપર ની નોનવેજ હોટલો શ્રાવણ માસ દરમ્યાન તંત્ર સજ્જડ બંધ રખાવે તેવી અમારી માંગ છે….
તસવીરઃવિપુલ લુહાર

VideoCapture_20230818-172436.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *