Gujarat

રાજ્ય સરકારે જૂનાગઢને એગ્રો બેઈઝ્ડ GIDC આપવાથી કૃષિ આધારિત ચીજ વસ્તુઓના ઉત્પાદનો વધશે : ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી મહામંડળ દ્વારા મહાનુભાવોનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં APMC- જૂનાગઢના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોનું અભિવાદન સાથે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

APMC-જૂનાગઢ ખાતે વેપારી મહામંડળ દ્વારા આયોજિત આ અભિવાદન સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શ્રી કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓની સાથે એપીએમસીમાં માળખાકીય સુવિધાઓ ખૂબ વિકસાવામાં આવી છે. જૂનાગઢમાં પ્રાકૃતિક મોલ બનવા જઈ રહ્યો છે તે માટે રાજ્ય સરકારે જે જમીનની બજાર કિંમત અંદાજે ૬-૭ કરોડ થાય છે, તે માત્ર ૨૬ લાખમાં ઉપલબ્ધ કરાવી છે. જે આગેવાનોના સંકલિત પ્રયાસથી શક્ય બન્યું છે. આમ, ખેડૂતો અને વેપારીઓએ પ્રગતિના નવા આયામો સર કરવાના છે.

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં G-20 વૈશ્વિક મંચ પર સફળતા મળી રહે છે, ઉપરાંત પ્રમાણિકપણે વેપાર-ધંધા કરતા વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે જીએસટી સહિતના કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે.

વેપારીઓને ખોટી હેરાનગતિ કે, કનડગત સામે એકતા સાથે યાર્ડના સતામંડળ સાથે રહી પ્રતિકાર કરવા માટે પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે એપીએમસી-જૂનાગઢ વિકાસની નવી ઊંચાઈ લઈ જવા માટે યોજનાબદ્ધ રીતે આગળ વધવા જણાવ્યું હતું.

ધારાસભ્ય સંજયભાઈ કોટડીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે જૂનાગઢની એગ્રો બેઈઝ્ડ જીઆઈડીસી આપી છે. જેથી અહીં ખેતી આધારિત ચીજ વસ્તુઓના ઉત્પાદનો વધશે. આમ, ખેડૂત કલ્યાણની સાથે વેપાર ધંધાને પ્રોત્સાહન મળશે. આ સાથે તેમણે નીતિપૂર્વક વેપાર કરવાની સાથે નાણાકીય વ્યવહારોમાં પરસ્પર વિશ્વાસ વધે તે રીતે આગળ વધવાથી એપીએમસી-જૂનાગઢનો પણ વિકાસ થશે.

 ખોટી રીતે હેરાન કરનાર કે, અસામાજિક તત્વોનો ત્રાસ ને ચલાવી ન લેવા પણ વેપારીઓને અનુરોધ કર્યો હતો. આ માટે ધારાસભ્યશ્રીએ પૂર્તિ મદદની તૈયારી દર્શાવવી હતી. અંતમાં તેમણે એપીએમસી-જૂનાગઢની ટીમ વર્ક સાથે આગળ લઈ જવા માટે જણાવ્યું હતું.

એપીએમસી-જૂનાગઢ સંસ્થાપક અને પૂર્વ ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું કે, કોઈ પણ સંસ્થા ઊભી કરવી સહેલી નથી તેના સફળતાપૂર્વક સંચાલન અથાગ પરિશ્રમ માંગે છે. આ યાર્ડને ઉભું કરવા માટે અને ખેડૂતોના હિત માટે ગાંમડાનો પ્રવાસ કર્યો હતો. તેમ જણાવતા તેમણે યાર્ડના પ્રારંભિક તબક્કામાં આવેલી માટે મુશ્કેલીઓ વર્ણવી હતી.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયાએ કમિશન એજન્ટસ સીધા ખેડૂતો સાથે સંકળાયેલા છે. ત્યારે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળી રહે કૃષિ યુનિવર્સિટી તરફ વાળવામાં આવે તો તે પણ એક સેવા ગણાશે. ઉપરાંત તેમણે મગફળીની BT-32 જાત વિશે રહેલી ભ્રમણાઓને દૂર કરતા જણાવ્યું કે, બીટી કપાસમાં છે તેવું કોઈ ઝેરી તત્વ BT-32 મગફળીમાં નથી પરંતુ ફીનોલિક કમ્પાઉન્ડ હોય છે જે ટેસ્ટ માં કડવું હોય છે. જે મગફળીમાં રોગ-જીવાતને આવતી અટકાવે છે. પાણી ભરેલ ખેતરમાં પણ મગફળી પાક  ટકી રહે છે. BT-32માં તેલ ૫૪ ટકા જેટલું હોય છે. આમ, મગફળીના આ જાતમાં સૌથી વધુ તેલ જોવા મળે છે. આ તેલમાં કોઈ કડવાસ નથી અને ખોરૂ પણ થતું નથી. તેમ તેમણે જણાવ્યું હતું.

એપીએમસી-જૂનાગઢના પૂર્વ ચેરમેન શ્રી વિનુભાઈ હપાણી દુકાન-પેઢીઓમાં સ્વચ્છતાનું સ્તર ઊંચું લઈ જવા અને ખેડૂતોનુ સન્માન જાળવવા અને પૂરતા ભાવ આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતુ. તેમાજ પ્રગતિ રહેલી હોવાનું ઉમેર્યું હતું.

        સૌરાષ્ટ્ર માર્કટીંગ યાર્ડના વેપારી મંડળના પ્રમુખ શ્રી અતુલ કમાણી, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ ક્યાડાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

એપીએમસી-જૂનાગઢના વેપારી મહામંડળના પ્રમુખ શ્રી વિમલભાઈ રાખોલીયા શાબ્દિક સ્વાગત અને ઉપપ્રમુખ સંજયભાઈ માવાણીએ આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું  સંચાલન એપીએમસી-જૂનાગઢના પૂર્વ સેક્રેટરી શ્રી પી.એસ. ગજેરાએ કર્યું હતુ.

આ પ્રસંગે જૂનાગઢ એપીએમસીના ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટીયા, વાઈસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ સોજીત્રા, દાણાપીઠ વેપારી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ જોબનપુત્રા, યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી નટુભાઈ પટોળીયા, સીંગદાણા વેપારી મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ દુધાત્રા, ઘઉં વેપારી મંડળના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાદડિયા, એપીએમસી-જૂનાગઢના સેક્રેટરી શ્રી દિવ્યેશ ગજેરા સહિતના મહાનુભાવો અને કમિશન એજન્ટ તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું વેપારી મંડળના મંત્રી શ્રી કિરીટભાઈ ઠુંમર અને તેમની સમગ્ર ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

APMC-jnd-samaroh-8.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *