મુંબઈ
ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને એક કરોડ રૂપિયાની ગિફ્ટ આપી છે. રવિવારે નવી દિલ્હીમાં આ ગિફ્ટ નીરજ ચોપડાને આપવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એક સ્પેશિયલ જર્સી પણ નીરજ ચોપડાને આપવામાં આવી જેના પર ૮૭૫૮ નંબર લખ્યો હતો. નીરજ ચોપડાએ ૮૭.૫૮ મીટર દૂર જેવલીન થ્રો ફેકીને પોતાનું ગોલ્ડ મેડલ જીત્યું હતું. નીરજ ચોપડાએ આ અવસર પર કહ્યું હતું કે છેલ્લા બે મહિનામાં તેને દેશ તરફથી ઘણો પ્રેમ અને સન્માન મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રવક્તાએ કહ્યું કે સંપૂર્ણ દેશને નીરજ ચોપડા પર ગર્વ છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન લાખો ભારતીયોને આ રમત અપનાવવા માટે પ્રેરિત કરશે. રમત કોઈ પણ વિષયમાં ઉચ્ચતમ સ્તર પર પ્રતિસ્પર્ધા કરવા અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવામાં સક્ષમ થવા માટે તેમનામાં વિશ્વાસ ઉત્પન્ન કરશે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપડાએ ભારત માટે ઇતિહાસ રચી દીધો. પાનીપતના આ સ્ટાર ખેલાડીને હરિયાણા સરકારે સરકારે ૬ કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. એ સિવાય તેને રાજ્ય સરકાર તરફથી છ ર્ંહી કેટેગરીની જાેબ પણ મળશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતમાં એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનારનું સન્માનિત કરવાનો સિલસિલો યથાવત છે. ગત દિવસોમાં જ નીરજ ચોપડાને આનંદ મહિન્દ્રા તરફથી નવી ગાડી મળી હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (ઝ્રજીદ્ભ) તરફથી એક કરોડ રૂપિયાની ગિફ્ટ મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ જાણકારી આપી છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે હાલમાં જ ૈંઁન્ ટ્રોફી જીતી છે. હવે નીરજ ચોપડાને એક કરોડ રૂપિયા આપશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આગામી સમયમાં પણ એવી જ મહેનત કરતો રહેશે અને દેશ માટે શાનદાર પરિણામ લાવશે. હાલમાં જ ગત દિવસમાં જ નીરજ ચોપડાએ મહિન્દ્રા ગૃપ તરફથી નવી ગાડી ગિફ્ટમાં મળી છે. નીરજ ચોપડાએ ટ્વીટ કરીને આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો. મહિન્દ્રા ગૃપ તરફથી નીરજ ચોપડા સિવાય સુમિત અંતિલને પણ ગાડી ગિફ્ટમાં આપી છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પર સતત ધન વર્ષા થઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપડાને મહિન્દ્રા ઠેંફ ૭૦૦ કાર ગિફ્ટ આપી હતી.


