Gujarat

રસ્તા મરામતની કામગીરીને અગ્રતા આપવા કલેકટરશ્રીની સૂચના

જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના શહેરી- ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા મરામત, રોગચાળા નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવા તેમજ અરજદારોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

કલેક્ટરશ્રીએ કર્મચારીઓના પેન્શન કેસો સમય મર્યાદામાં પૂર્ણ કરવા, વસૂલાતની કામગીરી તેમજ જાહેરાતોના બાકી બિલ કચેરીઓ દ્વારા સમયસર ચુકવાઈ જાય તે માટે પણ સૂચના આપી હતી. કચેરીઓના મકાન જર્જરીત હોય  તે અંગે કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર તેમજ પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *