નવીદિલ્હી
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ એશિયા કપ ૨૦૨૩ અને આગામી ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. એશિયા કપમાં દેખાતા મોટાભાગના ખેલાડીઓને જ ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટમાં તક મળી શકે એવી શક્યતા છે. એશિયા કપ ૩૦ ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે જ્યારે ભારતમાં ૫ ઓક્ટોબરથી ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી, ટીમ ઇન્ડિયા માટે ૨૨ ખેલાડીઓએ તેમની ર્ંડ્ઢૈં ડેબ્યૂ મેચ રમી છે. પરંતુ આમાંથી મોટા ભાગનાં ખેલાડીઓ ટીમમાં સ્થાન મજબૂત કરવામાં અને એક અસર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમાંથી માત્ર ૩ ખેલાડીઓ જ વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા બનાવવાની રેસમાં છે. અન્ય ૧૯ આઉટ થવાની ખાતરી છે. ઈશાન કિશન, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ જ વર્લ્ડ કપની રેસમાં જણાઈ રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીના કેપ્ટનની અપેક્ષાઓ પર ઘણા ખેલાડીઓ ખરા ઉતરી શક્યા નથી. ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પણ ૧૯ ખેલાડીઓમાં સામેલ છે. તેણે ડેબ્યૂ વનડેમાં જ ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે આ પ્રદર્શન જાળવી શક્યો નહોતો. કૃણાલ પંડ્યાને છેલ્લા ૩ વર્ષમાં ૫ વનડેમાં તક મળી છે. તેણે અડધી સદીની મદદથી ૧૩૦ રન બનાવ્યા અને ડાબા હાથના સ્પિનર ??તરીકે માત્ર ૨ જ વિકેટ લઈ શક્યો. મયંક અગ્રવાલે ૫ મેચમાં ૮૬ રન, દીપક હુડ્ડાએ ૧૦ મેચમાં ૧૫૩ રન, પૃથ્વી શોએ ૬ મેચમાં ૧૮૯ રન, નીતિશ રાણાએ એક મેચમાં ૭ રન,ઋતુરાજ ગાયકવાડે ૨ મેચમાં ૨૭ રન, અને વેંકટેશ અય્યરે ૨ મેચમાં. ૨૪ રન બનાવ્યા હતા. એટલે કે આ તમામ બેટ્સમેનો છેલ્લા ૩ વર્ષમાં વનડેમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બોલરોની વાત કરીએ તો પ્રસિધ કૃષ્ણાને છેલ્લા ૩ વર્ષમાં ૧૪ વનડે રમવાની તક મળી હતી. તેણે ૨૫ વિકેટ ઝડપી હતી, પરંતુ તે ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યો હતો. જેના કારણે વર્લ્ડ કપમાં તેની પસંદગી થવી અશક્ય છે. ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ સિવાય શાર્દુલ ઠાકુર પણ રેસમાં છે. લેગ સ્પિનર ??રાહુલ ચહરે એક મેચમાં ૩ વિકેટ, ફાસ્ટ બોલર અવેશ ખાને ૫ મેચમાં ૩ વિકેટ, લેગ સ્પિનર ??રવિ બિશ્નાઈએ એક મેચમાં એક, કૃષ્ણપ્પા ગૌતમે એક મેચમાં એક, કુલદીપ સેને એક મેચમાં ૨, લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ચેતક સાકરિયા એક મેચમાં જ્યારે અર્શદીપ સિંહને ૩ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. જાે તમે છેલ્લા ૩ વર્ષમાં અન્ય ખેલાડીઓના ર્ંડ્ઢૈં પ્રદર્શન પર નજર નાખો તો ફાસ્ટ બોલર મુકેશ કુમાર ૩ મેચમાં ૪, ટી નટરાજન ૨ મેચમાં ૩, શાહબાઝ અહેમદ ૩ મેચમાં ૩ જ્યારે ૧૫૦ ાદ્બॅરની સ્પીડે બોલિંગ કરનાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક ૧૦ વનડેમાં ૧૩ વિકેટ લઈ શક્યો હતો. મુકેશને ભૂતકાળમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તક મળી હતી અને તેણે ત્યાં પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે હજુ પણ વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા બનાવવાથી ખાસ્સો દૂર લાગે છે. છેલ્લા ૩ વર્ષમાં, શુભમન ગિલે ભારત માટે ર્ંડ્ઢૈંમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલ ૨૫ ઇનિંગ્સમાં ૪ સદી અને ૬ અડધી સદીની મદદથી ૧૪૨૧ રન બનાવવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલી ૩ સદી સાથે ૧૨૮૯ રન બનાવીને બીજા નંબર પર છે. બોલર તરીકે શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ૫૦ વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ સિરાજ ૪૩ વિકેટ સાથે બીજા નંબર પર છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત ૨૦ ઓગસ્ટે થઈ શકે છે.


