આણંદ
આણંદના સામરખા ગામમાં ભગવો ધ્વજ નહીં લહેરાવાનો તેમ કહીને વિધર્મી યુવકોએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો. આણંદ જિલ્લાના સામરખા ગામની આ ઘટનામાં હુમલો કરનાર યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત યુવક કલ્પેશની વાત માનીએ તો, ગત ૧૫ ઓગસ્ટે તિરંગા યાત્રા નીકળી હતી. આ દરમિયાન ડીજેના તાલ પર તિરંગાની સાથે ભગવા ધ્વજ પણ લહેરાયા હતા. જેની અદાવત રાખીને વિધર્મી યુવકોએ ગત મોડી રાત્રે બેટ અને હોકીથી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવક કલ્પેશ આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજીતરફ ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જાેકે પોલીસે સમયસર પહોંચીને મામળો થાળે પાડી દીધો હતો. જીઁ, ડ્ઢઅજીઁ, ર્જીંય્ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબૂમાં લઈ તપાસ હાથ ધરી હતી. આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે કલમ ૩૨૩, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ આણંદની જનરલ હોસ્પિટમાં યુવકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભાજપના આગેવાન પિંકલ ભાટિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી જાેવા મળી હતી. મહત્વનું છે કે આણંદમાં ૧૫ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તિરંગાની સાથે ભગવા ધ્વજ પણ ફરક્યા હતા. જે વિધર્મી શખ્સોને પસંદ નહોતું આવ્યું.


