શૂન્યથી અઢાર વર્ષના બાળકો સાથે ઘટતી જાતીય શોષણની ઘટનાઓ સામે બાળકોને રક્ષણ પૂરું પાડતા પોક્સો એક્ટની સમજ વિદ્યાર્થીઓમાં પ્રસારવાના હેતુથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.22મી ઓગસ્ટના રોજ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે આવેલ ઉ.બુનિયાદી હાઈસ્કૂલ તથા આશ્રમ શાળા ખાતે પોકસો કાયદા વિશે જાગૃતિ પ્રસારતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને શાળાના કુલ 255 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં પોકસો કાયદાનો હેતુ, ક્યારે અમલમાં આવ્યો ? કેવા ગુનામાં કઈ કલમ લાગે ? સજાની જોગવાઈ, સારો અને ખરાબ સ્પર્શ, ચાઈલ્ડ હેલ્પલાઇન જેવા મુદ્દાઓને વણી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે બન્ને શાળા તથા આશાદીપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

