ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં છે જગવિખ્યાત લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગામજનો દ્વારા ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થતા અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે ગામજનો દ્વારા હાથે તિરંગો લઇ આજના દિવસને યાદગાર બનાવતા લોકો ઝુમતા નજરે પડ્યા હતા વંદે માતરમ અને ભારત માતા નો જય ગોસ જાણે સમગ્ર અંબાજીમાં ગુંજી ઉઠ્યો હતો અને ગામજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ એકબીજાનું મીઠાઈ દ્વારા મો મીઠું કરતા નજરે પડ્યા હતા. જાણે અંબાજી ગામ જ નહીં પણ આખો ભારત દેશ ભક્તિના રંગે રંગાયો હોય તેઓ નજારો ચારેકોર છવાઈ ગયો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

