છોટાઉદેપુર જીલ્લાના પાદરવાંટ ગામનો યુવાન ગોવિંદભાઈ રમણભાઈ રાઠવા નગરપાલિકામાં ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કરે છે. જે ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે પાદરવાંટ ખાતે હતો અને ન્હાવા માટે ઘરના વાડામાં આવેલા કુવા પાસે દેગડી લઇને ગયો હતો. ત્યારે કુવામાંથી પાણી કાઢતા અચાનક કૂવામાં પડી ગયો હતો. કુવામાં પડતાં તે પાણીમાં ડૂબી ગયો હતો. જેને છોટા ઉદેપુર ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા કુવામાંથી બહાર કાઢ્યો હતો અને તપાસ કરતા તે મૃત્યુ પામ્યો હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી.છોટાઉદેપુર પોલીસે મૃત્યુ પામેલા ગોવિંદભાઇને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

