Gujarat

 છોટાઉદેપુર જિલ્લા નું એક ગુમનામ કહી શકાય તેવું ગામ મોટા અમાદ્રા એ પાવીજેતપુર તાલુકા મા તો છે પણ ના તો કોઈ અધિકારી અહી આવે છે કે નતો અહી કોઈ નેતા  આજે આઝાદી ના વર્ષ પૂર્ણ થવા છતાં આજે પણ ગામ ના લોકો ગામ ના વિકાસ માટે વલખા મારી રહ્યા છે .

પાવીજેતપુર તાલુકા નું એક ગામ કે જે ગામના લોકો આજે પણ જાણે 18 મી સદી માં જીવતા હોય તેમ લાગી રહ્યું છે .જો આ ગામ સુધી પહોંચવું હોય તો કદવાલ ગામ થી લગભગ 10 કિમી દૂર આવેલા આ ગામ થી ખાનગી વાહન દ્વારા જ પહોંચવું પડે અહી બસ ની કોઈ સુવિધા નથી . લોકો ને તો સુવિધા નાં અભાવે હાલાકી પડી જ રહી છે સાથો સાથ વિદ્યાર્થીઓને સ્કૂલે કે કોલેજ પર પહોંચવા પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. એટલે કહી શકાય કે બસ વિના વિદ્યાર્થીનો ના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. ગામ ના લોકોનું કહેવું છે કે આ ગામ માં બસ ત્યારે આવે છે જ્યારે કોઈ નેતા દ્વારા સાથનિક લોકો ને સભા સુધી લઈ જવા ના હોઈ. ચૂંટણી ના સમયે જ આ ગામ ના લોકો ગામ ના મુખ્ય રસ્તા સુધી આવતી બસ ને જુવે છે.
       મોટા અમાદ્રા, નાના અમદ્રા, ઓલિયા કલમ, બોરકંડા, આમ ચાર ગામ ની ગ્રામ પંચાયત આવેલ છે.મોટા અમાદ્રા ગામનાં મુખ્ય રસ્તે પહોચી તો જવાય પરંતુ પગદંડી કહી શકાય તેવા રસ્તે થીજ પસાર થવું પડે .રસ્તા નું નામો નિશાન જ નથી આ ગામ માં . રસ્તા ના અભાવે ખાસ કરીને બિમાર વ્યક્તિ હોઈ કે પછી પ્રસૂતા મહિલા ને જો દવાખાને લઈ જવા નો વારો આવે ત્યારે ગામ ના લોકો 108 નહિ પણ ચાર પાઈ એટલેકે ખાટલા ના સહારે તેને મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે. થોડાજ દિવસ પહેલા આવીજ એક ઘટના સામે આવી હતી એક પ્રસૂતા મહિલા ને પીડા ઉપાડતા તેને પરિવાર જનો એ એક કિમી થી વધુ કાચા રસ્તે થઈ તેને 108 સુધી પહોંચાડી હતી . જે વિડિયો પણ વાયરલ થયો હતો .આ વિસ્તાર પાવી જેતપુર તાલુકા નો છે પણ આરોગ્ય સેવા ના અભાવે તેને પંચમહાલ જિલ્લા ના ઘોગંબા ખાતે લઈ જવાઈ હતી. જોકે ત્યાં પણ તેને આરોગ્ય સેવા નો લાભ ના મળતા તેને ખાનગી દવાખાને લઇ જવી પડી હતી.ઓપરેશન બાદ બાળકો ને જન્મ આપ્યો હતો . અને ખાનગી હોસ્પિટલ મા આ ગરીબ પરિવાર ને ભારે રકમ ચૂકવવી પડી હતી .
        જોકે જિલ્લા આરોગ્ય અધિકારી નું કહેવું છે કે નજીક કદવાલ ગામ માં સી.એસ.સી હોસ્પિટલ આવેલ છે .જ્યા પ્રસૂતા મહિલા ઓ ની ડિલિવરી કરવા માં આવે છે છોટાઉદેપુર જિલ્લા માં ડોકટરો ની અછત છે.સાથો સાથ એ પણ જણાવ્યું કે કદવાલ ગામ ની હોસ્પિટલ મા ગાયનેક ડોકટર નથી . જે મહિલા ને ખાટલા મા નાખી પંચમહાલ ના હોસ્પિટલ મા લઇ જવાઈ હતી તે મહિલા ને ગાયનેક ડોકટર ની જરૂર હતી છોટાઉદેપુર જીલા ના કદવાલ હોસ્પિટલ મા લાવવા માં આવી હોત તો એ મહિલા નું શું થાત એ એક સવાલ ધારા સભ્ય એ પણ નજીક માંજ સી.એસ.સી સેન્ટર આવેલું હોવા નું જણાવ્યું હતું. જે વિડિયો વાયરલ થયો હતો તે પણ તેમને જોયો હોવા નું કહ્યું
સાથે જે રસ્તો કાચો છે અને જેમાં મહિલા ને ખાટલા મા નાખી ને લઈ જવામા આવી હતી તે કાચા રસ્તા નો સવાલ છે તે ગ્રામ પંચાયત નો સવાલ છે તેવું તેમનું કહેવું છે
આ ગામ ના બાળક ને દુનિયા માં આવવા માટે ભારે કશ્મકશ તેની માતા ને કરવી પડે છે ત્યારે દુનિયા થી વિદાય જે વ્યક્તિ લે છે તેને અંતિમ વિદાય આપતા ગામ જનોને પણ સમસાન પહોચાડવા માટે ભારે તકલીફો નો સામનો કરવો પડે છે. બે કિમી ચાલી ને સમસાંન સુધી જવા માટે પણ રસ્તો નથી .રસ્તા મા કોતરો આવે છે ત્યારે ચોમાસા ના સમયે જો પાણી આવી જાય તો પાણી ઉતરવા ની રાહ કલાકો સુધી જોવી પડે છે જો ભારે વરસાદ હોઈ ત્યારે મૃતક ને તેના ઘર પાસે કે પછી ખેતર માં અંતિમ ક્રિયા કરવી પડે છે. આવોજ કિસ્સો એક માસ પૂર્વે બન્યો કાચા રસ્તે થી સમસાન સુધી જવાય તેમ ના હોઈ મૃતક ને તેના જ ખેતર માં અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. જે વ્યક્તિ ને પોતાનાજ ખેતર મા અંતિમ સંસ્કાર કરાવ્યા તે વ્યક્તિ ના ઘરે અમારી ટીમ પહોંચી તો ચોકરનરા અને દિલ ને હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા .ઘર નો જે મોભી હતો કે જેનું જે મકાન હતું તે કોઈ કારણ સર બે વર્ષ પહેલા આખું બળી ને ખાખ થઈ ગયું ઘર ની તમામ ઘર વખરી અને જે પણ કાંઈ પુંજી હતી તે બળી જતા હાથે પગે થઇ ગયા હતા . ત્રણ દીકરી અને ત્રણ દીકરા ને વિધવા મહિલા પાલી રહી છે. આવક નો કોઈ સ્ત્રોત નથી ખેત મજૂરી કરી ને તે બાળકો ને જીવડાવી રહી છે. નવાઈ ની વાત એ છે કે બે વર્ષ પહેલા જે મકાન બળી ગયું હતું તેમાં લાઈટ કનેક્શન હતું હવે રહેવા માટે જે કાચું ઝૂંપડું બનાવી ને રહે છે. ત્યાં કોઈ લાઈટ નું કનેક્શન પણ નથી છતાં દર માસે લાઈટ બીલ આવે છે તે મહિલા ગમે તેમ કરી ભરે છે. નવાઈ ની વાત એ પણ છે કે જે પરિવાર પાસે કાઈ બચ્યું નથી તે પરિવાર નું રાસન કાર્ડ છે APL છે જે ખરેખર BPL કાર્ડ ના હકકદાર છે. APL જે કાર્ડ છે તેને લઈ પૂરતું અનાજ પણ નથી મળતું.સરકારી આવાસ ના હકકદાર છે તેમને આવાસ પણ નથી મળી રહ્યું. આ ઘર ની વિધવા મહિલા રડી રડી ને સરકાર સામે ગુહાર લગાવી રહી છે કે તેમને મદદ કરે.
આ ગામ માં કેટલાય એવા વૃદ્ધા ઓ છે કે જે એકલવાયું જીવન ગુજારી રહ્યા છે તેમનો કોઈ સહારો પણ નથી કે નથી સરકાર તેમને મદદ કરતી. જે કાચા મકાનો માં પોતાનું જીવન ગુજારી રહ્યા છે તેમને સરકાર ની આવાસ યોજના નો પણ લાભ નથી મળતો
વિકાસ સિલ ગુજરાતની વાતો કરતા સરકારી બાબુ ઓ અને નેતાઓ ગુજરાત ના જ ગામ મોટા અમાંદ્રાને શોધી અહી રહેતા અંધકારમય જીવન જીવતા લોકો ના જીવન માં જરા ઉજાસ પાથરો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230823_140347.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *