Delhi

ICC બેટિંગ ક્રમાંકમાં શુભમન ગિલ ચોથા ક્રમે પહોંચી ગયો

નવીદિલ્હી
ભારતીય બેટ્‌સમેન શુભમન ગિલ બુધવારે જારી કરાયેલા આઇસીસીના બેટિંગ ક્રમાંકમાં એક ક્રમના સુધારા સાથે ચોથા ક્રમે પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર રવિ બિશ્નોઈએ પણ તેમના ક્રમાંકમાં સુધારો કર્યો હતો.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મંગળવારે રમાયેલી વન-ડે ક્રિકેટ મેચના પ્રદર્શનને આવરી લઈને આઇસીસીએ આ ક્રમાંક જારી કર્યા હતા. જે મુજબ શુભમન ગિલે ૭૪૩ રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા છે અને ચોથો ક્રમ ઘરાવે છે. ભારતીય બેટ્‌સમેનમાં તે હાલમાં મોખરે પહોંચી ગયો છે. ઘણા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા જસપ્રિત બુમરાહએ સાત ક્રમની છલાંગ લગાવી છે અને હવે તે ૮૪મા સ્થાને આવી ગયો છે જ્યારે રવિ બિશ્નોઈએ ૧૭ ક્રમના ફાયદા સાથે હાલમાં ૬૫મો ક્રમ હાંસલ કર્યો છે. બુમરાહ અને બિશ્નોઈ હાલમાં આયર્લેન્ડ સામે ટી૨૦ ક્રિકેટ સિરીઝમાં રમી રહ્યા છે. જેમાં બુમરાહ ભારતીય ટીમનો કેપ્ટન છે. આયર્લેન્ડ સામેની બીજી ટી૨૦માં ૫૮ રન ફટકારનારા ઋતુરાજ ગાયકવાડને પણ ક્રમાંકમાં મોટો લાભ થયો છે. તે અગાઉ ૧૪૩મા સ્થાને હતો પરંતુ તાજેતરના મજબૂત પ્રદર્શન બાદ હવે તે ૮૭મા ક્રમે આવી ગયો છે. ટી૨૦ ક્રમાંકમાં અત્યારે આયર્લેન્ડ સામે નહી રમી રહ્યો હોવા છતાં ભારતનો સૂર્યકુમાર યાદવ હજી પણ મોખરે રહ્યો છે. વન-ડેમાં પાકિસ્તાનનો બાબર આઝમ પહેલા તથા ઇમામ ઉલ હક ત્રીજા ક્રમે છે. ભારતનો વિરાટ કોહલી નવમા તથા કેપ્ટન રોહિત શર્મા ૧૧મા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં મોખરાના ક્રમાંકે છે તો ઓલરાઉન્ડર્સની યાદીમાં ડાબોડી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા મોખરે છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *