વડોદરા એસટી નિગમ અને છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર સાફ સફાઈ ને લઇને સજાગ બન્યું છે, ત્યારે બોડેલી એસ.ટી ડેપો માં પણ આરોગ્ય વિષયક તેમજ સાફ-સફાઈ ને લગતાં પગલાં ભરવાનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના અનુસંધાને એસટી વિભાગ દ્વારા સમગ્ર એસટી પરિસરની સાફ-સફાઈ કરાઈ છે. ઉપરાંત એસટી બસોને પણ પાણીનો મારો ચલાવી ધોવામાં આવી છે.
એસ.ટી ડિવિઝન દ્વારા આજે વહેલી સવારથી એસટી ડેપોના સમગ્ર બિલ્ડિંગમાં ઉપરાંત પાકગના સ્થળોએ મોટાપાયે સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. અને સમગ્ર એસટી પરીસર ને સાફ કરવામાં આવ્યું છે. ઉપરાંત એસટી ડેપોની અંદર આવતી જતી તમામ બસોને વર્કશોપમાં લઈ જઇ સંપૂર્ણપણે ધોવામાં આવી રહી છે. અને મુસાફરોની ચઢઉતર થતી હોવાથી એકબીજા પ્રવાસીઓને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે હેતુસર સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે.
આ ઉપરાંત બોડેલી એસટી વિભાગની ટીમ દ્વારા સાફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી બોડેલી એસટી ડેપોમાં એન એમ ભટ્ટ મદદનીશ વહીવટી અધિકારી અને બોડેલી ડેપો મેનેજર ની ઉપસ્થિતિમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

