જામનગર જિલ્લામાં જિલ્લા ન્યાયાલયમાં આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક
પ્રોસિક્યુટરશ્રીની જગ્યા ભરવા માટે સને-1973ના ફોજદારી અધિનિયમની કલમ-24(4) મુજબ તથા સરકારશ્રીના કાયદા
વિષયક કાર્યના સંચાલન નિયમો, 2009ના નિયમ- 5(2) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. તેથી, કાયદા અધિકારી નિમણુંક
અને સેવાની શરતો અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, 2009ના નિયમો- 5(2)થી ઠરાવેલ જોગવાઈ
અનુસાર અત્રે જણાવેલી લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ હાલમાં મંગાવવામાં આવી રહી છે.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email-informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭
www.gujaratinformation.net
તા.૨૮-૦૮-૨૦૨૩ સમાચાર યાદી : ૭૭૯
જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર, ઉમેદવાર જિલ્લા
કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા 7 વર્ષથી સક્રિય હોવા જોઈએ. તેઓ 55 વર્ષથી વધુ ઉંમરના ન હોય અને તેઓ પોતાની
નિમણુંકના ઓછામાં ઓછા 3 વર્ષ પૂર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોય. આ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે
છે. તેઓએ અરજી પત્રક જામનગર જિલ્લા કલેકટરશ્રીની કચેરી, મહેસુલ સેવા સદન, સરુ સેક્શન રોડ, પોલીસ લાઈન,
જામનગર ખાતે જમા કરાવવાની રહેશે.
ઉક્ત જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ અત્રેની કચેરીની વેબસાઈટ https://jamnagar.gujarat.gov.in/recruitment
પરથી અરજી પત્રક ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અરજી પત્રકમાં જન્મતારીખ, અનુભવની વિગતો, શૈક્ષણિક
લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને છેલ્લા 3 વર્ષના આવકવેરાના રિટર્ન સહિત રજીસ્ટર્ડ પો.એડી. દ્વારા જ અત્રેની
કચેરીને આગામી તા.11 સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપવાનું રહેશે. ઉમેદવારોને જયારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે
તેમણે સ્વ- ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળ પર હાજર થવાનું રહેશે.
અધૂરી વિગતો ધરાવતી અને સુનિશ્ચિત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ઉમેદવારોની
પસંદગી કરાયા બાદ ઉક્ત જગ્યા પર નિમણુંક પામનાર ઉમેદવારને ઘી ગુજરાત લો ઓફિસર્સ એપોઇન્ટમેન્ટ એન્ડ કન્ડિશન
ઓફ સર્વિસ રૂલ્સ- 2009 મુજબ ફી તેમજ અન્ય ભથ્થા મળશે.
