નડિઆદ ખાતે આવેલી સ્પોટ્સ એકેડેમી ખાતે જવાહર નવોદય વિદ્યાલયની રાષ્ટ્રીય કક્ષાનો રમતોત્સવ મુખ્ય અતિથિ નડીઆદ SRP ગૃપ-૭ ના વડા IPS અધિકારી બંસલ સર દ્વારા સમ્પન્ન કરવામાં આવ્યો. કાર્યક્રમમાં સમ્માનીત અતિથિ મનસુખ તવેથિયાજી (DSDO) શ્રી મનસુરી સર(ગુજરાત એથલેટિક્સ એશોસિએશન)
ઉપસ્થિત રહ્યાં. મુખ્ય અતિથિ દ્વારા ભારતભરમાથી આવેલ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને ખેલનું મહત્વ સમજાવ્યું હતું . મનસુરીજી દ્વારા ખેલાડીને પ્રોત્સાહિત – પ્રેરીત કરવામાં આવ્યા તેમજ ચંદિગઢ સંભાગમાંથી વધારેલ વરિષ્ઠ ખેલ શિક્ષક જી.એસ.સંઘૂજી દ્વારા પોતાના કાર્યકાળ ના અનુભવ અને નવોદય વિદ્યાલય કઠલાલનું રાષ્ટ્રીય કક્ષાની રમતનુ આયોજનની તુલના કરી સમસ્ત બાળકોને આશિર્વાદ આપી ખુશી વ્યક્ત કરી હતી. મુખ્ય અતિથિ અને સમ્માનિય અતિથિ દ્વારા વિજેતા ખેલાડી અને સંભાગને ટ્રોફીથી નવાજવામાં આવ્યા. ચેમ્પિયન ડ્રોફી હૈદરાબાદ રીજનદ્વારા જીતવામાં આવી.
મુખ્ય અતિથિ દ્વારા રાષ્ટ્રીય એથલેટિક્સ ચેમ્પિયન 2023 સમાપન ની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ NCC કેડેટ અને જયેશ દેસાઇ અને વિરેન્દ્ર મકવાણા ,જીગ્નેશ મોરી, સુનંદા પાડવી ની મદદથી બ્યૂગૂલ સાથે ઝંડાનું અવરોહ કરવામાં આવ્યું હતું.ડૉ.મુનીરમય્યા (આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય આણંદ) દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં કઠલાલ, ગાંધીનગ,છોટાઉદેપુર, મહેસાણ ચંદ્રપુર ,ગીર સોમનાથની સરાહનીય કામગીરી રહી.
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં માં અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલનો અમૂલ્ય સહ્યોગ ૨હ્યો . ભારતભરના ખેલાડીઓ માટે સિન્થેટીક ટ્રક પર રમવા દોડવાનો એક અજૂઠો અનુભવ રહ્યો અંતમાં દરેક રાજ્યના બાળકો પોતાના લોકગીત પર મન મુકીને નાચ્યા અને ખુશી વ્યક્ત કરી.આચાર્ય અનિલ એસ કામ્બલે દ્વારા વ્યક્તિગત સર્વે સહયોગી નો ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો.

