માંગરોલ કન્યા વિનય મંદિર ખાતે શી ટીમ માંગરોલ અને 181મહિલા હેલ્પલાઇન દ્વારા સ્કુલ ખાતે દિકરીઓ ને હેલ્પલાઇન વિશે તેમજ મહિલાઓ ને ઉપયોગી થાય તેવી સલાહ, માગઁદશઁન સુચનો અપાયા જેમા પી.એસ.આઇ.સોલંકીમેડમ, હેડ કોન્સ્ટેબલ અને શી ટીમ ના સમીનાબેન બેલીમ 181,હેલ્પલાઇન કેશોદ ના કાઉન્સેલર ડાહીબેન માવદીયા, એ.એસ.આઇ. શર્મા સાહેબ હાજર રહેલ આ કાર્યક્રમ મા ડાહીબેન માવદીયા એ 181 હેલ્પલાઇન પર માહિતગાર કરતા જણાવેલ કે 24/7 આ હેલ્પલાઇન નંબર પર કોઈ પણ બહેન દિકરીઓ ને કોઈ પણ જાત નો કાનુની કે સમાજિક પ્રશ્ન હોય તો જાણ કરી મદદ લઇ શકે છે અને સરકાર ની બીજી પણ મહિલાઓ લક્ષી યોજના જેવી કે વ્હાલી દિકરી વિધવા પુનઃવિવાહ સખી વન સ્ટોપ વિશે પણ માહિતગાર કરેલ સમીનાબેન દ્વારા દિકરીઓ ને ખાસ જણાવેલ કે માંગરોલ શી ટીમ ની જ્યારે પણ કોઈ પણ દિકરીઓ ને જરૂરીયાત પડે ત્યારે અમે હાજર છીએ અને પી.એસ.આઇ.સોલંકીમેડમ એ દિકરીઓ ને બને ત્યા સુધી મોબાઇલ શોશયલ મિડીયા થી જરુર વિના દુર રહી પોતાના વિકાસ માટે સકારાત્મક વાંચન,રમતગમત, સંગીત જેવી ઇતર પ્રવૃત્તિઓ મા ધ્યાન આપવા જણાવેલ આ કાર્યક્રમ મા લગભગ 625 જેટલી વિધાર્થીની બહેનો હાજર હતી પ્રિન્સીપાલ મંજુલા બહેન દ્વારા શી ટીમ સોલંકીમેડમ અને 181 હેલ્પલાઇન ના સ્ટાફ નો ખાસ આભાર વ્યક્ત કરેલ,

માંગરોલ કન્યા વિનય મંદિર ખાતે શી ટીમ માંગરોલ અને 181મહિલા હેલ્પલાઇન દ્વારા સ્કુલ ખાતે દિકરીઓ ને હેલ્પલાઇન વિશે તેમજ મહિલાઓ ને ઉપયોગી થાય તેવી સલાહ,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ
