જુનાગઢના માંગરોળ કલ્યાણ ધામ ખાતે વિકલાંગ વ્યકિતઓને જરુરિયાત મુજબના સાધનો સહાય કરવા અને તેમને સ્વરોજગાર મળી રહે તે માટે સર્વોદય સેવા સમિતી અને અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સયુંકત ઉપક્રમે ત્રણ જીલ્લાના અંધજનો અને અપંગ લોકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનુ આયોજન કરાયુ જેમા વિકલાંગોને હાથ પગ કાન અંધ વૃધ્ધજનોને જરૂરીયાત મુજબ સાધનો જેમા ટ્રાયસીકલ વ્હીલચેર કાંખ ઘોડી હાથ પગના કેલીપર્સ બુટ વોકર તથા નાની ઉમર ના બાળકોને કાને સાંભળવાના મશીન સહિત વિવિધ સાધનો આપવા માટે તેમની માપ સાઈઝ અને ડોકયુમેન્ટ તપાસ સહિતની જાણકારીની નોંધ લઇ આગામી 24 સપ્ટેમ્બર 2023 ના રોજ સાધન વિતરણ અને સ્વરોજગારી માટેના પ્રમાણ પત્રો આપવામાં આવશે
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

