પ્રેમ એ કોઈ પણ સંબંધનું મૂળ છે. પરંતુ આજે લોકોએ આ શબ્દનો અર્થ ખૂબ જ છીછરો કરી નાખ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની બાબત કામચલાઉ સંબંધો બાંધવામાં, પતિ પત્નીના સંબંધોમાં અને સૌથી વધારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા સંબંધોમાં વધારે જાેવા મળે છે. આ પ્રકારના સંબંધોમાં શરૂઆતમાં સામેની વ્યક્તિને આ બધી બાબતો ખૂબ જ સારી લાગે છે અને સામે વાળુ પાત્ર ખૂબ પ્રેમ કરે છે એવું લાગે છે. ધીમે ધીમે વ્યક્તિ તેને કંટ્રોલ કરવાનો કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાણ થાય છે કે તેને પ્રેમના માધ્યમથી કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમની વાતો અને વર્તન પરથી પણ તેવું જ લાગે છે કે લાગણીના કારણે આ મુજબની વાત કરે છે. તેવું કહી શકાય કે લવ બૉમ્બિંગ એ હંમેશા લાગણી સાથે જાેડાયને ઉદ્દેશ્ય મેળવવાનો પ્રયત્ન કરે છે. આ લવ બોમ્બીગ વિષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત નિશા અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશી ના માર્ગદર્શનમાં અહેવાલ તૈયાર કર્યો. ઘણી વખત આપણે જાેતા હોય છે કોઈ સંબંધ શરૂઆતમાં ખુબ સારા જાેવા મળતા હોય છે પરંતુ ધીમે ધીમે પ્રેમ માં ઈર્ષા અને અદેખાઈનો ભાવ જાેવા મળે છે અથવા તો સમય જતા સાથીનું અન્ય વ્યક્તિ પર નિયંત્રણ કે અતિશય ગુસ્સે થવું વગેરે વર્તન જાેવા મળે છે અને શરૂઆતમાં જે અતિશય પ્રેમની વર્ષા થાય છે આપણે લવ બોમ્બિંગ કહી શકીએ છીએ કે જે શરૂઆતમાં તો પ્રેમની અતિશયતા જાેવા મળે છે અને ધીમે ધીમે વર્તનમાં બદલાવ જાેવા મળે છે. ટૂંક માં કહી શકાય કે લવ બોમ્બિંગ એ ભાવનાત્મક દુર્વ્યવહારનું એક સ્વરૂપ છે. ખાસ કરીને ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં આનું પ્રમાણ ખૂબ વધારે જાેવા મળે છે. આવા કિસ્સાઓમાં લવ બૉમ્બિંગ દ્વારા વ્યક્તિ પહેલા સામેના પાત્ર પર કાબૂ મેળવવા માટે હિંસાનો સહારો લે છે અને પછી તેને પ્રેમ અને ચિંતા નું નામ આપી લાગણીવશ કરવાનો પ્રયત્ન કરે છે. લવ બૉમ્બિંગ કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિને તેમના મિત્રો અને પરિવારથી અલગ કરવાના પ્રયત્નો કરે છે અને તેમના પર સંપૂર્ણ આધારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. સતત આ મુજબના અનુભવો અને વર્તનના કારણે ઘણી વખત વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. ખૂબ ટૂંકાગાળાનાં સમય જાે વ્યક્તિ વધુ પડતો પ્રેમ દર્શાવે છે અથવા તો માત્ર પ્રેમ જ દર્શાવે તો એ લવ બોમ્બિંગ હોય શકે છે . જેના અમુક ઉદાહરણ નીચે મુજબ છે.
સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ અમુક દિવસો કે મહિનાઓમાં આટલું ઓળખી શકતા નથી અને કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી જ તો આ લવ બોમ્બિંગ હોય શકે છે. જ્યારે જાણ થાય કે લવ બૉમ્બિંગ નો શિકાર બન્યા છીએ તો ત્યારે શું કરી શકાય,પરિવારને જાણ કરવી.મિત્ર વર્તુળનો સંપર્ક કરવો.તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિની મદદ લેવી.જાે જરૂર જણાય તો મનોવૈજ્ઞાનિક સલાહ પણ લેવી જરૂરી બને છે જેથી માનસિક રીતે સશક્ત બની પગલા લઈ શકાય.,તમારી જાતની સંભાળ લેવી. લવ બોમ્બિંગ એ મોટાભાગે પતિ પત્ની કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વગેરે જેવા સંબંધોમાં જાેવા મળે છે, પરંતુ આ સિવાય મિત્રતાના, માતા પિતા સાથેના સંબંધોમાં પણ જાેવા મળી શકે છે….૧૪ વર્ષનો એક છોકરો જેને તેમના પિતા ક્યારેક ખૂબ જ લાડ, પ્રેમ થી અને હુલામણા નામ થી બોલાવતા અને ક્યારેક જાે તેમની ઈચ્છા મુજબનું વર્તન ન થાય તો તેને ખૂબ ખરાબ રીતે માર મારતા…..એક છોકરી જેને તેના મિત્ર વર્તુળ સાથે ખુશહાલ જાેઈને ઈર્ષ્યા ભાવ જાગવાથી અન્ય વ્યક્તિ દ્વારા તેને તેના મિત્ર વર્તુળ થી દૂર કરી પોતાના પર આધીન બનાવવાનો અને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.

