ખેડાના ઠાસરામાં ગઈકાલે શીવજીની સવારી પર પથ્થરમારો કરનાર કુલ ૧૧ આરોપીઓની ઠાસરા પોલીસે ધરપકડ કરી છે. ઠાસરામાં થયેલ પથ્થરમારા અંગે મોટા સમાચાર એ છે કે, પથ્થરમારાની ઘટનામાં ૧૧ની ધરપકડ કરાઈ છે. ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થર મારવાનો મામલામાં ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. ઠાસરામાં શિવજીની શોભાયાત્રામાં હિંસક પથ્થરમારાની ઘટનામાં કુલ ત્રણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. મુસ્લિમ ફરિયાદીએ ૧૫૦૦ હિંદુઓના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ હિંદુ ફરિયાદીએ ૧૭ મુસ્લિમ લોકોના નામ જાેગ અને અન્ય ૫૦ મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચાર શખ્સો સામે નામજાેગ અને ૭૦ મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.ઠાસરામાં શિવજીકી સવારી પર પથ્થર મારાનો મામલે ઠાસરા પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું. ગઈકાલે તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે મસ્જિદ પર તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન મસ્જિદ પર મોટા પ્રમાણમાં પથ્થરો જાેવા મળ્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. જેના પછી સમગ્ર ઠાસરા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી પોલીસે કુલ ૧૫થી વધુ લોકોની અટકાયત કરી છે.

