આજે સપ્તાહના છેલ્લાં કારોબારી સપ્તાહમાં ભારતીય શેરબજારમાં કારોબાર લાલ નિશાન નીચે જાેવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નફાવસૂલીની અસર ભારતીય કારોબાર પર શરૂઆતી તબક્કામાં જાેવા મળી રહી છે. જાેકે સેન્સેક્સમાં ૧૫૦ અંક કરતા વધુના ઘટાડા સાથે ૬૫,૭૮૮.૭૯ -૧૯૩.૬૯ (૦.૨૯%) પર ખુલ્યા બાદ સવારે ૯.૨૮ વાગે ૧૦૦ અંક કરતા ઓછું નુકસાન દર્શાવી રહ્યો હતો. આ સમએ નિફટી પણ ૧૦ અંકના ઘટાડા સાથે ૧૯,૬૭૪.૭૫ – ૯૦.૪૫ (૦.૪૬%) પર ટ્રેડ થતો હતો.. અમેરિકન બજારમાં ગઈ કાલે સુસ્તી જાેવા મળી હતી. અમેરિકન વાયદામાં પણ આજે કોઈ કાર્યવાહી જાેવા મળી રહી નથી. ગુરુવારે દિવસના કારોબાર બાદ ડાઉ જાેન્સ ૪૬ અંક ઘટીને બંધ થયો હતો.

