Gujarat

ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે

અમદાવાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદ પધાર્યા ત્યારે એરપોર્ટ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે, જે અંતર્ગત આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, અમદાવાદ શહેરનાં મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, મેજર જનરલ શ્રી એસ.એસ ર્વિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

Page-Ex-04-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *