તા.૨૦ થી ૨૮ ડિસે. સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ઊનામાં ખેતલીયા દાદા ભક્તિ મંડળ દ્રારા શ્રી શિવ મહાપુરાણ કથા તથા હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કથાનો પ્રારંભ તા.૨૦ થી ૨૮ ડિસે.૨૦૨૩ નવ દિવસ સુધી શિવ મહાપુરાણ તેમજ હનુમાન ચરિત્ર કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં યોજાશે. આ કથા વૈષ્ણવ આચાર્ય ભાગવત કથાકાર જુનાગઢ વાળા, શાસ્ત્રી આનંદભાઇ આર પેરાણી સારસ્વત વ્યાસપીઠ પર બીરાજી સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે. તા.૨૧ના શિવલીંગ પ્રાગટ્ય, તા.૨૨ બીલ્વપત્ર, ભષ્મ, રૂદ્રાક્ષ, શિવપૂજાનો મહીમા, તા.૨૩ સતી ચરિત્ર (શક્તિ પ્રાગટય), તા.૨૪ શિવ પાર્વતી વિવાહ, તા.૨૫ કાર્તિકેય ગણેશ પ્રાગટ્ય, માતા-પિતાની સેવાનું ફળ, તા.૨૬ દ્રાદશ જ્યોતિલીંગ કથા મહીમા, તા.૨૭ દેવી મહાત્મય, તા.૨૮ શિવપૂરાણનું ફળ પુજન મહાત્મય (કથા વિરામ) બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી અલગ અલગ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
તેમજ કથા દરમ્યાન રોજ રાત્રીના ૯ થી ૧૨ વાગ્યા સુધી હનુમાન ચરિત્ર કથા અને હનુમાન ચાલીસા મહાત્મય તેમજ તા.૨૨ના રોજ હનુમાનજી મહારાજ પ્રાગટ્ય રાત્રીના ૧૧ કલાકે જેમાં વૈષ્ણવ આચાર્ય અને કેતનભાઇ આર પેરાણીના સુમધુર કંઠે સંગીતમય હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન હનુમાનજીના વિવિધ સ્વરૂપની ઝાંખી સાથે વર્ણન કરવામા આવશે. આ કથાનું સમગ્ર આયોજન ખેતલીયા દાદા આરાધ્ય મયુરભાઇ ગાંધી દ્રારા કરવામાં આવ્યુ છે. શિવ મહાપુરાણ કથા અને હનુમાન ચરિત્ર કથાના ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિપ્રેમિ ભાઇઓ બહેનો કથાનો લાભ લેવા આંમત્રીત કરવામાં આવ્યા છે.

