છોટાઉદેપુર જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલનના વિધાર્થીઓને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન હથિયાર વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. પોલીસની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જેમા છોટાઉદેપુર પોલીસ મથકના પી.એસ.આઇ એમ એચ નિસરતા તેમજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સુરક્ષા સેતુ સોસાયટીના DI અને CPO ઉપસ્થિત રહ્યા હતા.

