Gujarat

બોલીવુડ એકટર શાહરુખ ખાન ડંકી ફિલ્મને પ્રમોટ કરવા માટે દુબઈ પહોંચ્યો

શાહરુખ ખાન પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તેમના ચાહકોની કોઈ કમી નથી તેના ચાહકો દેશ નહિ પરંતુ આખી દુનિયામાં છે. આવું અમે નહિ પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કહી રહી છે. કિંગ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈ છવાયેલ છે. પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે તે દુબઈ પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ડંકીને પ્રમોટ કરવા શાહરુખ ખાન દુબઈ પહોંચ્યો છે.. વીડિયોમાં શાહરુખ ખાનના ડ્રેસિંગ સ્ટાઈલને તમે જાેઈ શકો છો.

સાથે તેનો સ્વભાવ પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આજ કારણ છે કે, તે લોકોના દિલ પર રાજ કરે છે. શાહરૂખ ખાને ‘ડિંકી’ના નવા ગીત ‘ઓહ માહી’ પર ડાન્સ કર્યો હતો. આ સાથે તેણે તેની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝુમે જાે પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. શાહરૂખ બ્લેક ટી-શર્ટ, બ્લેક કાર્ગો અને બ્લુ ડેનિમ જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગે છે. જવાન અને પઠાણની બ્લોકબસ્ટર્સ બાદ હવે ચાહકો તેની ફિલ્મ ડંકીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. વીડિયો જાેયા બાદ એવું લાગે છે કે, કિંગ ખાનને જાેવા માટે આખું દુબઈ પહોંચ્યું. ચાહકો ફોટો અને વીડિયો પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *