Gujarat

મુખ્યમંત્રી સાથે પણ છેતરપીંડી ઃ કમલમ ફ્રૂટથી તુલા કરવાની વાતમાં બોક્સની અંદર કેળા નીકળ્યા

ભુજ ,
ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત મુખ્યમંત્રીના સ્નેહમિલન કાર્યક્રમમાં શુભેચ્છાઓની આપ લે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કમલમ ફ્રૂટ દ્વારા અગ્રણી સમૂહ દ્વારા તુલા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ રૂ. ૧૦૦ના કિલો ભાવે વેચાતા કમલમ ફ્રુટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયના અન્ય બોક્સમાંથી કેળા નીકળી પડ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થતા ખુદ મુખ્યમંત્રી સાથે આ રીતની છેતરપિંડી થતી હોય તો આમ પ્રજાનું શુ ગજું, એવા પ્રશ્નો લોકમાનસમાં ઉભા થવા પામ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દરેકની બારીકાઈથી તપાસ થતી હોય છે. મીડિયા કર્મીઓના કેમરા બેગ પણ તંત્ર દ્વારા તપાસ થતી હોય ત્યારે કમલમના સ્થાને કેળા આવી જવા પણ મોટી બેદરકારી ગણી શકાય. આ વિશે ભાજપ આગેવાનોની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો હતો પણ તે નિરર્થક નીવડ્યો હતો.કચ્છ જિલ્લામાં સપ્તાહ દરમ્યાન બીજી વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવીને કચ્છ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે. ત્યારે બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીની હજારોની મેદની સામે જાહેર મંચ પર કિંમતી કમલમ ફ્રૂટ દ્વારા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણુઓ અને મુખ્ય આયોજકો સહિતના મોવડીઓએ આસપાસ ઉભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવ્યા હતા, પરંતુ કાર્યક્રમની પુર્ણાહુતી બાદ મંચ પાસે રાખેલા કમલમના બોક્સ હોંશે હોંશે ખોલતાં તેમાંથી કિંમતી કમલમ ફ્રુટના બદલે સસ્તા ભાવના કેળા નીકળી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *