આ અક્ષત કળશ યાત્રા જામનગર જિલ્લા ના જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા આવેલ શ્રી હનુમાનજી મંદિરથી પ્રારંભ કરીને બાલાચડી ગામના દરેક ઘરે તેનું સામૈયું કરી તેમજ સુશોભિત રંગોળી અને સાખીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આમ એક એક ઘરે વધામણી કરી અંતે વાઘેલા પરિવારના કુળદેવી ચાચરાય માતાજીના મંદિરે આ યાત્રાની પૂર્ણાહુતિ બાલાચડી ગામે કરી હતી.અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સર્જન થતું હોય. ત્યારે આ રામ મંદિરના આમંત્રણ માટે આવેલ અક્ષત કળશ યાત્રાનું_ ઠેરઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ અક્ષત કળશ યાત્રાનું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામે આગમન થતા તમામ ગ્રામજનોએ બાઈક રેલી યોજી ને ભવ્ય રીતે તેનું સ્વાગત કર્યું હતું.
અક્ષત કળશનું બાલાચડી ગામની દીકરીઓએ સામૈયા તથા યુવાનોએ કેસરીયા સાફા તેમજ ગ્રામજનોએ ઢોલ નગારાના તાલે પુષ્પવર્ષા તેમજ રાસ ગરબા કરી ભવ્યાતી ભવ્ય ભગવાન શ્રીરામના આનંદ ઉત્સવના આમંત્રણ રૂપી આવેલ અક્ષત કળસનું સ્વાગત કરવામા આવ્યું હતું.બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન

