Gujarat

ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતું જેસર રોડ ગુરુકુલ. સાવરકુંડલામાં શૈક્ષણિક ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતુ શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતું જોવા મળે છે. 

સાવરકુંડલા તાલુકામાં ખેલ મહાકુંભ ૨૦૨૪ દ્રારા આયોજીત શાળાકીય રમતોત્સવ માં અંદર 17 અને અંડર 14 માં વોલીબોલ રમતમાં તાલુકા કક્ષાએ પીઠવડી મુકામે યોજાયેલ સ્પર્ધામાં જેસર રોડ ગુરુકુલનાં વિધાર્થીઓએ બન્ને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગુરુકુળ શાળાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે જેનાં કોચ તરીકે શાળાના શિક્ષક ખોડીદાસ વેકરિયા સાહેબે સેવાઓ આપી હતી.
 વોલીબલ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને ગુરુકુલ સંસ્થાના વડા પૂજ્ય ભગવત સ્વામીજી તથા સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી સ્વામી અક્ષર મૂક્ત સ્વામી અને શાળાનાં આચાર્ય  ગિરીશભાઇ વ્યાસ સાહેબે તેમજ સમગ્ર ગુરુકુલ પરિવારે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

IMG-20240117-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *