Gujarat

કઠલાલ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો.

                 મોડેલ કેરીયર સેન્ટર, નડિયાદ (જિલ્લા રોજગાર કચેરી ખેડા) અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ નાં સંયુક્ત ઉપક્રમે તા: ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ કેમ્પસ ખાતે  કોલેજના PLACEMENT CELL દ્વારા “તાલુકા કક્ષાનાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા વિસ્તારની ખ્યાતનામ અને પ્રતિષ્ઠીત એવી ૧૦ કંપનીઓએ તાલુકા કક્ષાનાં રોજગાર ભરતી મેળા માં ભાગ લઈ ખેડા વિસ્તાર ના રોજગારવાંછુ એવા ૧૭૮ થી વધુ ઉમેદવારો ધ્વારા ઈન્ટરવ્યું આપેલ જે પૈકી ૫૦ થી વધુ ઉમેદવારો ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. આ પ્રસંગે મોડેલ કેરીયર સેન્ટર, નડિયાદ ખાતેથી જનક પંડયા (YOUNG PROFESSIONAL), આબીદભાઈ મોમીન (PLACEMENT OFFICER) તેમજ  આર.કે.રાઠોડ  (ઇન્સ્પેક્ટર) રોજગાર કચેરી, ખેડા અને અત્રેની કોલેજના PLACEMENT CELL ના કો- ઓર્ડીનેટર ડો. વૈભવ બરોડીયા અને સંયોજક ડો. કુસુમબેન પરદેશી ધ્વારા આ ભરતી મેળાનું સમગ્ર આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. જેમાં આચાયૅ મેડમ  વૈશાલીબેન મકવાણા અને સર્વે શૈક્ષણિક સ્ટાફ મિત્રો અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ કાર્યકર્મને સફળ બનાવવાં ખુબ મહત્વનો ફાળો આપ્યો હતો.

IMG-20240118-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *