મારુ ગામ મારી શાળા ગોગજીપૂરા 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષા ની ગોગજીપૂરા ખાતે રાખવામાં આવી. કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલ ની વિશેષ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા તાલુકાના અધિકારીઓ તથા ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો મેરે ઘર રામ આયે હે જેવા કાર્યક્રમો નિહાળ્યા. દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ..પ્રાથમિક આરોગ્ય વિભાગ,પંચાયત વિભાગમાં કામ કરતા કર્મચારીઓ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા ને તેમને અભિનંદન આપવામાં આવ્યા..ગોગજીપૂરા ખાતે શાળા ના આચાર્ય દિનેશકુમાર શર્મા અને રેખાબેન ડીંડોર, પ્રા.આરોગ્યમાં પલકબેન ઝાલા ગ્રામપંચાયત માં સરપંચ સુધાબેન ઝાલા તથા અન્ય કર્મચારીઓ ને પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યા.

