Gujarat

રાણપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મેનુ પ્રમાણે ભોજન નથી મળતુ:નાસ્તો તો આપતા જ નથી બોલો…..

મધ્યાહન ભોજન (MDM) અંતર્ગત શાળાના બાળકોને મેનુ પ્રમાણે યોગ્ય ભોજન તેમજ નાસ્તો ન આપતા હોવાની ઉચ્ચકક્ષા એ રજુઆત કરવામાં આવી….
       બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના તમામ ગામોની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (MDM) અંતર્ગત શાળાના બાળકોને મેનુ પ્રમાણે યોગ્ય ભોજન તેમજ નાસ્તો ન આપતા હોવાથી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે.રાણપુર શહેર અને રાણપુર તાલુકાના 36 ગામો માં પ્રાથમિક શાળાઓમાં હજારો બાળકો અભ્યાસ કરે છે જેમાં તમામ બાળકો મજુર વર્ગ તેમજ ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબમાં થી અભ્યાસ કરત હોય છે જેમાં તેમના માતા પિતા મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતા હોય છે અને મજૂરી કરવા માટે બહારગામ જવું પડતું હોય તેવા લોકોના જ બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય છે માટે ઘણા બાળકો (MDM)નુ અપાતુ મધ્યાહ ભોજન યોજના માં આવતા બપોર ના ભોજન પર જ નિર્ભર રહેતા હોય છે જેમાં ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક મભય/ ભોજન ૧૦,૨૦,૧૭,/૧૮૮/ આર તા.૨૪/૦૩/૨૦૨૦ ના પરિપત્ર જે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સમાન હોયશે ત્યારે અઠવાડીક નું મેનુ આપવામાં આવતું હોય છે એ પ્રમાણે બાળકો ને ભોજન તેમજ નાસ્તો આપવામાં આવતું હોય છે તે નાસ્તો શાળામાં આપવામાં આવતું નથી અને તમામ વસ્તુ સંચાલકો તેમ વચેટીયાઓ દ્વારા પોતાના ઘર ભેગું કરી દેવામાં આવે છે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે વધુમાં મોટાભાગના સંચાલકો ગામમાં રહેતા નથી તેઓ દ્વારા સ્કૂલમાં વિઝીટ પણ કરવામાં આવતી નથી રાણપુર તાલુકાના જાગૃત આગેવાન હરેશભાઈ ભીંડોળા દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી કે તમામ શાળાઓ માં આકસ્મિત તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને મેનુ પ્રમાણે ભોજન તેમજ નાસ્તો આપવામાં આવે તે માટે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં હરેશભાઈ ભીટોરા દ્વારા બોટાદ કલેકટર ,નાયબ સચિવાલય શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત બોટાદ શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત બોટાદ આમ ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તો હવે જોવુ એ રહ્યું કે અધિકારીઓ દ્વારા સંચાલક સામે શુ પગલા લેશે.

IMG-20240127-WA00591.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *