બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરા એ એક અનોખું બીડું ઝડપ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની સમગ્ર દેશમાં પ્રતિમાઓ મુકવાનું અને એ પ્રતિમાનો ખર્ચ પણ આ સરદાર પ્રેમી ગોપાલભાઈ આપે છે ત્યારે છેલ્લા બે દિવસથી વડીયા તાલુકાના ગામોમાં પ્રતિમાઓનું હર્ષ અને ઉલ્લાસ સાથે લોકો ઉજવી રહયા છે અને લોકાર્પણ કરી રહયા છે ત્યારે વડીયા તાલુકાના મેઘાપીપલીયા ગામે આજે ગ્રામજનોએ ભાવ પૂર્વક સરદાર પટેલની પ્રતિમાના અનાવરણમાં દિગ્ગજ નેતાઓને આમંત્રિત કર્યા હતા અને એ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી જેમાં મુખ્ય ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ ના હસ્તે અનાવરણ કરાયું હતું અને એ કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો સાંસદ નારણભાઇ કાછડીયા ,ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મેધાપીપળીયા સરપંચ જે ડી ગુજરીયા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અટાળા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા તાલુકા ભાજપના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિ રહી હતી

