Gujarat

મહીલા પોલીસની પ્રસંશનીય કામગીરી ને લઈને

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં બરવાળા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ નું કરાયું સન્માન
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ બોટાદ એસપી કિશોર બળોલિયા દ્વારા જિલ્લા ના તમામ પોલીસ કર્મીઓને સતત લોકોની સેવામાં રહેવા માટે કહેવામાં આવેલ છે ત્યારે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સત્તામૃત મહોત્સવ ચાલી રહ્યો હતો તે દરમિયાન તારીખ ૧૭/૧૧/ ૨૦૨૩ ના રોજ રાત્રિના એક નવજાત જન્મેલી બાળકી નામે રોશની મળી આવતા તેને રેસ્ક્યુ કરવામાં બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ બિંદિયાબેન ચમનલાલ માંડલિયા નાઓએ અભૂતપૂર્વ યોગદાન આપેલ હતું તે સમયે તેઓ સાળંગપુર ખાતે કંટ્રોલરૂમ ખાતે ફરજ પર હતા પોતાની ડ્યુટી પૂરી થયેલ હોય તેમ છતાં ઘટનાની જાણ થતા તાત્કાલિક કંટ્રોલ રૂમે હાજર થઈ બાળકી રોશની ને સંભાળેલ હતી. તેમજ સતત 33 કલાક સુધી સમયની ગણના કર્યા વગર નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવેલી જેના અનુસંધાને રાણપુર ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લાના સર્વ સમાવેશી સર્વગ્રાહી અને સુવ્યવસ્થિત વિકાસમાં નીષ્ટાપૂર્વકની ફરજ અને કાર્યદક્ષતા બદલ મહિલા કોન્સ્ટેબલ બિંદિયાબેન ચમનલાલ માંડલિયા બરવાળા પોલીસ સ્ટેશન ને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ,  કલેકટર ડો.જેન્સી રોય,એસ.પી. કિશોર બળોલિયા ની હાજરીમાં  પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા…

IMG-20240127-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *