Gujarat

દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષની ઉજવણી ના દસમા પર્વ નિમિત્તે

લીલીયા તાલુકામાં પ્રગતિ કો.ઓ સોસાયટી આયોજિત કૌશલ્ય વિકાસ મહોત્સવ યોજાશે
લીલીયા મોટા ખાતે આગામી તારીખ 12/2/2024 સોમવારના રોજ સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષની ઉજવણી નું 10 માં પર્વ નિમિત્તે શ્રી પ્રગતિ સોસાયટી લિ. લીલીયા મોટા દ્વારા કૌશલ્ય વિકાસ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,રંગોળી સ્પર્ધા, અને વકતૃત્વ, સ્પર્ધા યોજાશે જેમાં પાંચ તલાવડા લીલીયા કન્યા પે સેન્ટર શાળા કુમાર પે.સેન્ટર શાળા ક્રાંકચ કુમાર પે.સેન્ટર શાળા તળે આવતી 40 શાળાઓ માં ધોરણ 6થી8 માં અભ્યાસ કરતા 400 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લેનાર છે આ તકે તાલુકા ભરના 40 શાળામાં અભ્યાસ કરતા 1400 જેટલા વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને  વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર 400 જેટલા સ્પર્ધક વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ પણ વિતરણ કરવામાં આવનાર છે આ તકે સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે સમગ્ર આયોજન સંસ્થાના ચેરમેન ભાવેશભાઈ રાદડિયા ના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે તે સફળ બનાવવા એ.એચ. મકવાણા બી આર સી અભિષેક ઠાકર, સી.આર.સી પી.એમ રાખસીયા મન્સૂરી ના માઇક્રો પ્લાનિંગ થી કરવામાં આવી રહ્યું છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

IMG-20240208-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *