Gujarat

ભાજપમાં ભરતી મેળો યથાવત..કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં વધું એક મોટો ઝટકો

 

ગીરગઢડાના શાણાવાંકિયા ગામના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના 19 થી વધુ આગેવાનો તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા…ધારાસભ્ય કે સી રાઠોડના હસ્તે કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા.
ગીરગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કે. સી. રાઅધ્યક્ષ સ્થાને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના 19 થી વધુ સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ધારાસભ્યના વરદ હસ્તે તમામ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, ગોકુળભાઈ ચોવટીયા સહિતના આગેવાનો લોકો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાણાવાંકિયા ગામના અરજણભાઈ સાખટ પૂર્વ સરપંચ, સુરેશભાઈ સાંખટ કન્વીયર સોશિયલ મીડિયા કોંગ્રેસ પ્રમુખ, રામભાઈ વાઘેલા પટેલ કોળી સમાજ, દાદુભાઇ વાઘેલા, દુદાભાઈ સાંખટ, બીજલભાઇ બાંભણીયા, આતુભાઈ સાંખટ, વિજયભાઈ સાભડ આપ સદસ્ય, દિનેશભાઈ લક્કડ આપ સદસ્ય, જેરામભાઈ ચોવટીયા આપ સદસ્ય, શામજીભાઈ વાઘેલા, મનુભાઈ ગેડિયા, મનુભાઈ સાંખટ, ગોવિંદભાઈ સાંખટ, અનુભાઈ મકવાણા, વિહાભાઇ પરમાર, મનસુખભાઈ ભાલીયા, હસમુખભાઈ સાંખટ, તેમજ શિવાભાઈ આહીર સહીતના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ તમામ આગેવાનો કાર્યકરોને ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.