મીઠીબોર ચેક પો.સ્ટ ખાતેથી બોલેરો મેક્ષ પીક અપ ગાડીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેશ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧,૩૯૨ ની કુલ કિં.રૂ.૧,૫૩,૧૨૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા રોકડા રૂ. ૨,૦૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો મેક્ષ (પીક-અપ) ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૪,૫૯,૧૩૦/- નો ગે.કા. મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ઝોઝ પોલીસ
આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં આગામી લોકસભાની ચુંટણી આવતી હોય જેથી જીલ્લામાં પ્રોહીબિશનને નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીબીશનની કામગીરી અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેર્ટોલીંગમાં હતા અને મીઠીબોર આંતર રાજ્ય ચેક-પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મીઠીબોર ગામે ચેકપોસ્ટ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેશ વ્હીસ્કી ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧,૩૯૨ ની કુલ કિ.રૂ. ૧,૫૩,૧૨૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા રોકડા રૂ.૨,૦૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો મેક્ષ (પીક-અપ) ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૪,૫૯, ૧૩૦/- ના ગેર કાયદેશરના પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઇશ્મલ માનસિંહ પચાયા અને મહેશભાઈ કૈલાશભાઈ ચૌહાણને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

