સાવરકુંડલા લોહાણા સમાજ અગ્રણી તેમજ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેનશ્રી સાવરકુંડલા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી તથા શહેરની અનેક સંસ્થા સાથે જોડાયેલ ભરતભાઈ માનસતાને જન્મદિવસની હાર્દિક શુભકામના સહ ઈશ્ર્વર આપને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન સાથે સંસારના સઘળા સુખો પ્રદાન કરે અને પ્રગતિના સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભકામનાઓ પણ તેમના શુભેચ્છકો દ્વારા પાઠવવામાં આવી રહી છે. ભરતભાઈ પોતે મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા હોવાથી સાવરકુંડલા શહેરમાં બહોળા પ્રમાણમાં શુભેચ્છકોનો વર્ગ ધરાવે છે.

