Gujarat

ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

અમરેલી તા.૨૨ એપ્રિલ,૨૦૨૪ (સોમવાર) જિલ્લામાં પવન સાથે ઉષ્ણ લહેરની સંભાવના છે. અતિશય ગરમી, હિટવેવ હોય તેવી સ્થિતિમાં જિલ્લાના ખેડૂતોએ અગમચેતીના ભાગરુપે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી તથા લીંબુ શરબત જેવા અન્ય પ્રવાહી લેતા રહેવા. પાણીનું પ્રમાણ વધારે હોય તેવા મોસંબી, તરબુચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી જેવા ફળ અને શાકભાજી લેવા. શરીર મહત્તમ રીતે ઢંકાય તેવા પાતળા અને ઢીલા તેમજ વજનમાં હળવા સુતરાઉ વસ્ત્રો પહેરવા. ખાસ કરીને હળવા રંગના વસ્ત્રો પહેરવા, માથું ઢંકાયેલું રાખવું. તડકામાં બહાર જતી વખતે પગમાં બુટ્ટ-ચંપલ પહેરવા, પશુઓને છાંયડે રાખવા, ઉભા પાકને સવારે અથવા સાંજે પિયત આપવું, ગરમીના લક્ષણો મુજબ તાવ આવવો, ગરમ અને સુકી ત્વચા, નાડીના ધબકારા વધવા, ઝાડા ઉલટી જેવું થવું, ચક્કર આવવા વગેરે જણાય તો ૧૦૮ પર કોલ કરી તરત જાણ કરવી કે નજીકના આરોગ્ય સેન્ટર પર સંપર્ક કરવો. ગરમી સામે રક્ષણ મેળવવા ઉચિત પગલા લેવાં અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યુ છે.
ધર્મેશ ૦૦૦