લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત અને આદર્શ આચાર સંહિતાને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ પર સંપર્ક કરવા અનુરોધ
અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ આદર્શ આચાર સંહિતા અંગે, ઉમેદવાર કે રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચ અંગે, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગેની વિગતો આપવા જાહેર જનતા માટે અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ફરિયાદ પર દેખરેખ-નિયંત્રણ રાખવા ફરિયાદ પર દેખરેખ-નિયંત્રણ કક્ષ અને કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ (ર૪×૭) કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચાર સંહિતા, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત કે ચૂંટણી લક્ષી અન્ય કોઇ ટેલિફોનિક ફરિયાદ નોંધાવવી હોય તો આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જય ૦૦૦
