ન્યુદિલ્હી,
ફિફા રેન્કિંગમાં ૫૭મા ક્રમે રહેલી ભારતીય ટીમનો ૨૫ નવેમ્બરે બ્રાઝિલ સામે મુકાબલો થવાનો છે. તેઓ ૨૯ નવેમ્બરે વિશ્વ રેન્કિંગમાં ૩૭માં ક્રમે રહેલી ચિલી અને ૨ ડિસેમ્બરે વેનેઝુએલા (વિશ્વ રેન્કિંગ ૫૬) સામે ટકરાશે. મિડફિલ્ડર ઈન્દુમતી કથારેસને કહ્યું કે મજબૂત હરીફ સામેની આ મેચો ભારતમાં આવતા વર્ષે યોજાનાર છહ્લઝ્ર એશિયન કપ માટે ‘લૉન્ચપેડ’ તરીકે કામ કરી શકે છે. ઈન્દુમતીએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તરફથી એક રિલીઝમાં કહ્યું હતું કે, અલબત્ત, બ્રાઝિલ ઘણી મોટી ટીમ છે. તેને મજબૂત પ્રતિસ્પર્ધી સામે રમવાનો ઘણો અનુભવ છે અને મને ખાતરી છે કે તે ટોચના સ્તરે રમશે. આ અનુભવને એશિયન કપમાં લઈ જવું સારું રહેશે. ભારતીય મહિલા ટીમ આ વર્ષે છ અલગ-અલગ દેશો તુર્કી, સર્બિયા, ઉઝબેકિસ્તાન, યુએઈ, બહેરીન અને સ્વીડનમાં રમી ચૂકી છે. ગોલકીપર અદિતિ ચૌહાણે મોટી ટુર્નામેન્ટની તૈયારી માટે આવી મેચ રમવાના મહત્વ વિશે વાત કરી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ આંતરરાષ્ટ્રીય મેચો ટીમ માટે ઘણી મદદરૂપ છે. એકબીજા સાથે રમવામાં સક્ષમ હોવા ઉપરાંત, તે એકબીજાને સમજવામાં પણ મદદ કરે છે.ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ડિફેન્સ પ્લેયર ડાલિમા છિબ્બરે તેના સાથી ખેલાડીઓને શુક્રવારથી શરૂ થઈ રહેલી બ્રાઝિલ, ચિલી અને વેનેઝુએલા સામે ચાર દેશોની ટુર્નામેન્ટ દરમિયાન વિરોધી ટીમોની ઝડપી રમત માટે તૈયાર રહેવા કહ્યું. દિલ્હીની આ ખેલાડીને અમેરિકા ક્ષેત્રના દેશોની ફૂટબોલ રમવાની શૈલીની સમજ છે. તેણે ૨૦૧૯ થી તાજેતરના સમય સુધી કેનેડા માટે મેનિટોબા બિસન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. ડાલિમાએ કહ્યું કે, જ્યારે હું કેનેડામાં રમી રહી હતી ત્યારે મને દક્ષિણ અમેરિકાના ખેલાડીઓ સાથે ફિલ્ડ શેર કરવાનો અનુભવ મળ્યો હતો. હું તમને કહી શકું છું કે વિશ્વના આ ભાગના ખેલાડીઓ ખૂબ જ કુશળ છે, અને ટીમો ખૂબ જ ઝડપી રમે છે. તેમની પાસે ઘણા અનુભવી ખેલાડીઓ પણ છે, પરંતુ અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતરીશું, તેણે કહ્યું. અમે કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જાે અમે આગામી એશિયન કપમાં સારો દેખાવ કરીશું તો અમે વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શકીશું. તેથી જ અમારું સંપૂર્ણ ધ્યાન તેના પર છે.


