Gujarat

હોમગાર્ડની ૬૭૦૦ જગ્યા માટે ૩૫ હજાર બેરોજગારોએ ફોર્મ ભર્યા

અમદાવાદ
ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય એવું જાેવા મળી રહ્યું છે. ઁજીૈં, ન્ઇડ્ઢ અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને ૧૫,૯૪૪ જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે ૨૪ લાખ જેટલા ઉમેદવારો આગામી ૫ મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. આમ, ૧ સરકારી નોકરીની જગ્યા સામે ૧૫૦ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે, પણ ગુજરાતમાં બેરોજગારી ઘટવાની વાત તો દૂર, વધતી જાય છે, એનો આ બોલતો પુરાવો છે. નોંધનીય છે કે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી સરકારી નોકરીઓ અંગેની જાહેરાત અંગે જણાવ્યું હતું, જેમાં તેમણે બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્‌સ તેમજ ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત ૨૭૮૪૭ જગ્યા માટે ભરતીનું આયોજન આગામી ૧૦૦ દિવસ કરવા અંગે વાત કરી હતી.ગુજરાતમાં હાલ ન્ઇડ્ઢ અને ઁજીૈંની ભરતીપ્રક્રિયા પુરજાેશમાં તૈયારીઓ થઈ રહી છે. એની સાથે એક એવી ફોર્સ, જે પોલીસનો ખભેખભો મલાવીને કામ કરે છે, એવી હોમગાર્ડની ભરતીપ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, જેમાં ૬૭૦૦ જગ્યા માટે ૩૫ હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. માનદ સેવા ગણાતી આ ફોર્સમાં પણ ભરતીનો એટલો જ ઉત્સાહ છે. આવતીકાલથી અમદાવાદમાં હોમગાર્ડની ભરતીપ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યા બાદ સ્થળ પર જ ડોક્યુમેન્ટ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી આ ભરતીપ્રક્રિયા પૂર્ણ થઈ જશે. હાલ ૬૭૦૦ જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે. એ માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના ૩૦૦ રૂપિયા ભથ્થું અને ૪ રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે. ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જીઇઁહ્લ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ ૧૨ લાખ જેટલી અરજીઓમાંથી ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, ન્ઇડ્ઢમાં એક જગ્યા માટે કુલ ૯૫ ઉમેદવાર દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે. આમાં ૬.૯૨ લાખ પુરુષ અને ૨.૫૪ લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨, હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ અને એસઆરપી કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે.

home-guard-bharti-at-amdavad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *