અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સૂજબુજ દ્વારા ભૂલી પડેલ માનસિક અસ્વસ્થ મહિલાને તેના પરજનો સુધી પહોંચાડેલ
બોટાદ જિલ્લામાંથી એસ.ટી કંડકટર ભાઈ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું કે એક અજાણ્યા બહેન જસદણથી બસમાં બેઠા છે ટિકિટ લેવા માટે તેમને ક્યાં જવુ છે તે બાબતે પૂછવા છતાં કશુ જણાવતા નથીઅને કય પણ બોલતા નથી જેથી 181 ની મદદ ની જરૂર છે.
ઘટનાની જાણ થતા 181 ની ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ મુંધવા લતાબેન અને પાયલોટ જમોડ હરેશભાઇ અજાણી મહિલાની મદદ માટે ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા અને ત્યારબાદ 181ની ટીમે કુશળ કઉન્સેલિંગ કરી અને વાતચીત કરવાના પ્રયત્ન કરેલ મહિલાએ જણાવેલ કે તેઓ રાજકોટ જિલ્લાના ભીમગઢ ગામના હોવાનું જણાવેલ પરંતુ તેમને પ્રોપર એડ્રેસ ખ્યાન ન હતું અને ફેમિલી ના કોઇના ફોન નંબર યાદ ન હોય તેથી મહિલાને જે ગામનું નામ યાદ હતું તે ગામના સરપંચનો નંબર મેળવી અને સરપંચ સાથે ફોનમાં વાતચીત કરી અને મહિલાનું નામ આપી મહિલા તે ગામના છે તે ખાતરી કરેલ અને સરપંચે જણાવેલ કે મહિલા ભીમગઢના દીકરી છે એમનું સાસરું જસદણ પાસે બળદુગામ છે ત્યાં છે અને સરપંચ પાસેથી તેમના ભાઈ નો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને તેમના ભાઈ સાથે ફોનમાં વાતચીત કરેલ.અને તેમને મહિલાને લેવા માટે બોટાદ મહિલા પોલિસ સ્ટેશન બોલાવેલ અને મહિલાના ભાઈ સાથે વાતચીત કરી ચોક્કસ માહિતી મેળવેલ મહિલાના ભાઈએ જણાવેલ કે મહિલાને મગજની દવા ચાલુ છે અને જયારે દવા ન પીવે ત્યારે આમ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જાય છે.મહિલાના ભાઈએ જણાવેલ કે તેઓએ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની બહેન મળેલ નહીં. ત્યારબાદ 181ની ટીમે તેમના ભાઈને માનસિક બીમારીની દવા સમયસર આપવા માટે સમજાવ્યું અને મહિલાને એકલા ન મુકવા અને મહિલાનું ધ્યાન રાખવા સાહિતની બાબતો અંગે સમજાવ્યું.ત્યારબાદ સલાહ – સૂચન અને માર્ગદર્શન આપેલ અને મહિલાના ભાઈએ પણ મહિલાનું ધ્યાન રાખશે તેમ કહી અને 181 ટીમનો આભાર માનેલ.

