દેશ વિદેશમાં વસતાં સર્વ સનાતનધર્મીઓની આસ્થાના પ્રમુખ કેન્દ્રો પૈકી યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શને દર વર્ષે લાખો ભાવિકો આવતાં હોય છે.
હાલ ઉનાળું વેકેશનના આખરી દિવસોમાં મહાનગરોના ધોમધખતાં તાપની સાપેક્ષમાં દ્વારકાના દરીયા કિનારાની પ્રફુલ્લીત આબોહવામાં ભાવિકો તેમજ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉનાળું વેકેશનમાં રાજયભરમાં હીટવેવ જેવી સ્થિતિમાં પણ દ્વારકામાં 30 – 35 ડિગ્રી વચ્ચે તાપમાન રહેતું હોય આસપાસ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના પર્યટન સ્થળોના કારણે ભાવિકો અને સહેલાણીઓની પહેલી પસંદ દ્વારકા બની રહયુ છે.

દ્વારકામાં પણ સંગમ ઘાટ, ગોમતી ઘાટ, ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ, સનસેટ પોઈન્ટ, લાઈટ હાઉસ સહિતના પર્યટન સ્થળો ઉપરાંત આજુ બાજુમાં રમણીય બીચ તેમજ તીર્થક્ષેત્રો હોવાથી વેકેશનકાળમાં દ્વારકા યાત્રાધામ ઓછા ખર્ચમાં આધ્યાત્મિકતા સાથે આનંદ આપનારા સ્થળ તરીકે ગુજરાતીઓની પ્રથમ પસંદ બની રહયુ છે.

