1997માં રિલીઝ થયેલી સની દેઓલ સ્ટારર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. સનીએ પોતે આ ફિલ્મની જાહેરાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
એક્ટરે જાહેરાત કરતા લખ્યું છે કે ‘એક સૈનિક ફરી આવી રહ્યો છે તેનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા… ભારતની સૌથી મોટી વોર ફિલ્મ ‘બોર્ડર 2’…’
વીડિયોમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાયો હતો. આ જાહેરાતના વીડિયોમાં ફિલ્મ સાથે સંબંધિત કોઈ વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાં માત્ર સની દેઓલનો જ અવાજ સંભળાય છે. સની કહે છે, ’27 વર્ષ પહેલાં એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે… તે વચન પૂરું કરવા… ભારતની ધરતીને સલામ કહેવા… ફરી આવી રહ્યો છે.’ આ સાથે જ ફિલ્મનું ગીત ‘સંદેશ આતે હૈ..’ પણ સંભળાય છે.


