છેલ્લાં કેટલાક દિવસથી સોનાક્ષી સિંહા તેના લગ્નને કારણે ચર્ચામાં છે. છેલ્લાં થોડા દિવસથી મીડિયામાં વાતો ચાલી રહી છે કે, સોનાક્ષી 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષીએ આ અંગે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.
તો બીજી તરફ સોનાક્ષી તેના પરિવારની વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષીના ભાઈ લવ સિન્હા અને પિતાએ પણ લગ્નના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
લગ્નના સમાચાર સાંભળીને સોનાક્ષી લાલઘૂમ થઈ
IDIVA ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં સોનાક્ષીએ કહ્યું, ‘પહેલી વાત એ છે કે તેને કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. બીજું, આ મારી પસંદગી છે તેથી મને સમજાતું નથી કે લોકો આટલી ચિંતા કેમ કરે છે. જ્યારે લોકો મને મારા લગ્ન વિશે મારા માતાપિતા કરતાં વધારે પ્રશ્નો પૂછે છે ત્યારે મને તે ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે. મને હવે તેની આદત છે એટલે હવે વાંધો નથી. જો લોકો આ જાણવા માટે ઉત્સુક હોય તો તે શું કરી શકે?

સોનાક્ષીએ કહ્યું- ‘હું મારા માતા-પિતા સાથે રહું છું’
સોનાક્ષી અને ઝહીર વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બંને લગભગ એક વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. સોનાક્ષીએ ગલાટા ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ આ વિશે વાત કરી હતી.
જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે મુંબઈમાં તેમના માતા-પિતા સાથે નથી રહેતી, આ સવાલના જવાબમાં કહ્યું, ‘જ્યારે લોકો જે સાંભળે છે તે વિચાર્યા વિના માને છે ત્યારે આવું થાય છે. હું હજી પણ મારા માતાપિતાના ઘરે રહું છું. મારું પોતાનું ઘર પણ છે જ્યાં હું મીટિંગ્સ અને ઈવેન્ટ્સ માટે તૈયાર થવા જાઉં છું પણ કામ પૂરું કર્યા પછી હું મારા માતા-પિતાના ઘરે સૂવા જાઉં છું.

