વિસાવદર શહેરમાં ‘ભારત રક્ષા મંચ’ ના ૧૫ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી
જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ભારત રક્ષા મંચના ૧૫ માં સ્થાપના દિવસની ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, બાદ નિવૃત શિક્ષક જી.વી.જોશી એ શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ સ્વામી નારાયણ મંદિરના હરિભક્ત અમુભાઈ જોશી એ ધૂન સાથે પ્રાર્થનાથી કાર્યક્રમની મંગલ શરૂઆત કરેલ. દેવ વસાણી નાનકડા બાલદેવે રાષ્ટ્રભક્ત જાગો રે શૌર્ય ગીતનું સમૂહગાન કરાવ્યું.
ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ચંદ્રકાંતભાઈ ચૌહાણ (વિસાવદર આર્ય સમાજ મહામંત્રી), જસ્મિનભાઇ જાની (શાસ્ત્રી સંસ્કૃત વિશારદ), અશ્વિનભાઈ નિરંજન (પ્રાધ્યાપક દેવમણિ કોલેજ), ઘનશ્યામભાઈ સાવલિયા (પૂર્વ સભાપતિ ન.પા. વિસાવદર), હર્ષદભાઈ રીબડીયા (પૂર્વ ધારાસભ્ય વિસાવદર), કુમનભાઈ ખૂંટ (નિવૃત્ત એગ્રીકલ્ચર અધિકારી), સી.વી.જોશી (ભારત રક્ષા મંચ મિડિયા પ્રકોષ્ઠ મહામંત્રી ગુજરાત પ્રાંત) દરેક મહાનુભવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે ભારતીય જાગૃત નાગરિક તરીકે ની રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો શું ? ભારત રક્ષા મંચના ઉદ્દેશ્ય, તેમની કાર્યપદ્ધતિઓ અને નિયમિત સંપર્ક પ્રચાર, સંગઠન, રાષ્ટ્ર, ધર્મ, ભારતની વિશેષતાઓ જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર અગ્રણી પ્રફુલભાઈ હરખાણી, મનોજભાઈ વિકમા, સુધીરભાઈ ચૌહાણ, અનિલભાઈ કાછડીયા, રામશંકરભાઈ મહેતા, ધનજીભાઈ દવે, ભરતભાઈ વ્યાસ, છગનભાઈ માળવીયા તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ. બાદ સામૂહિક ધોરણે સ્વામિનારાયણ ભગવાનની સાયમ આરતીનો લાભ લીધેલ. અંતમાં વિ.હિ.પ.જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલિયાએ આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા કાર્તિક જોશી, ભરતભાઈ હિરપરા તથા ધવલ જોશી એ સારી એવી જહેમત ઉઠાવેલ. અંતમાં અલ્પાહાર સાથે કાર્યક્રમ સંપન્ન જાહેર થયેલ.
સી.વી.જોશી વિસાવદર






