Gujarat

માંજલપુર વિસ્તારનો ધો-૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ખોવાયો પોલીસ તંત્ર શોધખોળમાં લાગ્યું

વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય ડ્રાઇવરને સંતાનમાં બે દીકરા છે. જેમાં ૧૫ વર્ષનો મોટો દીકરો ડભોઇ રોડ ઉપર આવેલી ખાનગી સ્કૂલ ખાતે ધો-૧૦માં અભ્યાસ કરે છે. શાળાઓ શરૂ થતા ૨૩ નવેમ્બરના રોજ બપોરે પોતાની સાઇકલ લઇને શાળાએ જવા નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તે શાળાએ પહોંચ્યો જ નથી. તેના મિત્ર વર્તુળમાં પૂછપરછ કર્યાં બાદ નજીકના બાગ બગીચા પણ પરિવારજનો ખૂંદી વળ્યા હતા. છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેઓએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની ખાનગી શાળામાં ધો-૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાની સાઇકલ લઈને શાળાએ જવા નીકળ્યા બાદ છેલ્લા બે દિવસથી લાપતા થઈ જતા વિદ્યાર્થીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *